Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બની જીવન ધન્ય બનાવવાનું છે.
નૂતન પંન્યાસથી મુક્તિચન્દ્રવિજયજી :
પરમ કરુણાસાગર આ યુગના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુને અનંત વંદન.
પરમ શ્રદ્ધેય, મારી જીવન નૈયાના સુકાની, પરમ તારક, પૂજય ગુરુદેવ આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ને વંદન....
પરમ કરુણાસિબ્ધ વર્તમાન શાસનનાયક ભગવાન શ્રી મહાવીરદેવે જે શાસનની સ્થાપના કરી, તે ૨૫૦૦થી અધિક વર્ષો વીતવા છતાં આજે પણ જયવંત વર્તે છે, તેમાં પ્રભુની પાટ-પરંપરાના વાહક પૂ.આચાર્ય ભગવંતોનું મહાન યોગ-દાન
પ્રભુશ્રી મહાવીર દેવની ૭૭મી પાટે વિરાજમાન પૂજ્ય આચાર્યશ્રીની પૂર્વે થઈ ગયેલા છોતેરેય મહાત્માઓનો આપણા સૌ પર અનન્ય ઉપકાર છે.
શાસ્ત્રકારોએ તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્યોને જ તીર્થકર તુલ્ય કહ્યા છે. “તિસ્થયરસમો સૂરિ.”
વાત પણ ખરી છે. એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં તીર્થકરો તો માત્ર ૨૪ જ થાય, પણ બાકીના કાળમાં શાસનની ધુરા ચલાવનાર કોણ ? આચાર્ય ભગવંતો.
આચાર્ય ભગવંતો રાજા કહેવાયા છે. આચાર્યો ગચ્છનું કઈ રીતે સંચાલન કરે, આશ્રિતોનું યોગ-ક્ષેમ શી રીતે કરે ? તે અંગે ગચ્છાચાર પયગ્રા વગેરે આગમ ગ્રંથો વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આચાર્ય એકલા તો આખા ગચ્છને બધી રીતે સંભાળી શકે નહિ. એટલે ઉપાધ્યાય, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ, ગણિ વગેરે પદવીધર મહાત્માઓ ગચ્છના સંચાલનમાં આચાર્યશ્રીને સહાયક બનતા હોય છે.
ઘણાને એ ખબર નથી કે આ ગણિ અને પંન્યાસ પદવી શું છે ? બન્નેમાં શો ફરક ? મૂળમાં આપણું જૈનશાસન
૩૫૮
*
*
*
*
*
*
*
*
*
*
*