Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દ્વાદશાંગીના આધારે ચાલે છે. દ્વાદશાંગીને ટકાવવા જ બાર વર્ષના બબ્બે દુકાળ પછી જૈન શ્રમણ-સંમેલનો ગોઠવાયા હતા. દ્વાદશાંગીને ટકાવવા જ મથુરા અને વલભીપુરમાં વાચનાઓ ગોઠવાઈ હતી. દ્વાદશાંગીને ટકાવવા જ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે સંપૂર્ણ આગમ ગ્રન્થોને પુસ્તકો પર લખાવ્યા હતા. એ પહેલા બધા આગમો મુખપાઠથી જ ચાલતા.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે જોયું કે હવે એવી પ્રજ્ઞા નથી રહી કે સાંભળીને મુનિઓ યાદ રાખી શકે. સમયનો એ તકાજો છે કે આગમોને પુસ્તકો પર એ લખવામાં આવે. જો આ રીતે નહિ કરવામાં આવે તો ભગવાનની વાણીનો આ અમૂલ્ય વારસો નષ્ટ-ભ્રષ્ટ થઈ જશે. પોતાની આગવી સૂઝથી દેવદ્ધિગણિએ આગમોને પુસ્તકારૂઢ બનાવી મહાન યુગપ્રવર્તક કામ કર્યું. જેની નોંધ આજે પણ કલ્પસૂત્રના અંતે લેવામાં આવે છે.
આગમોના રહસ્યો બરાબર સમજાવવા જ આગમપુરુષ શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રન્થોની રચના કરી. આગમોના દુર્બોધ પદાર્થોને સરળ બનાવવા જ શીલાંકાચાર્ય તથા અભયદેવસૂરિજીએ તે પર ટીકાઓ રચી. આગમોના ઉપનિષદ્રને પામવા જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ સાડા ત્રણ ક્રોડ શ્લોકોની રચના કરી, આગમોના પદાર્થોને નવ્યન્યાયની શૈલીમાં ઊતારવા જ ઉપા. યશોવિજયજીએ એકલે હાથે અનેક ગ્રન્થો રચ્યા. અલગ-અલગ મહાત્માઓએ અલગઅલગ ચરિત્ર ગ્રન્થો, પ્રકરણ ગ્રન્થો કે ગુજરાતી પણ કોઈ સાહિત્ય રચ્યું તે પણ આગમ તરફ જવા માટે જ.
આગમોને સુલભ બનાવવા જ પૂ. સાગરજી મહારાજે તેને સંશોધિત-સંપાદિત કરી મુદ્રિત બનાવ્યા.
આગમો આપણો અમૂલ્ય વારસો છે. એના એકેક અક્ષરો મંત્રાક્ષરથી પણ અધિક છે. એનો એકેક અક્ષરદેવાધિષ્ઠિત છે. આવા પવિત્ર આગમો વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવે તો જ ફળદાયી બને છે. ગૃહસ્થો તો માત્ર તેના શ્રવણના જ અધિકારી છે. સાધુઓ પણ તેના યોગોઠહન કર્યા પછી જ અધિકારી બને છે. શ્રાવકોને
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
* * * * * *
* * *
* * * ૩૫૯