Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તમે બધા જીવદયા માટે પાછળ નહિ જ પડો, પૂજ્યશ્રીની વાત પ્રેમથી વધાવી લેશો, એવી શ્રદ્ધા છે.
નૂતન પદસ્થો તથા દીક્ષિતોને
પૂજ્યશ્રી દ્વારા હિતશિક્ષા... चत्तारि परमंगाणि, दुलहाणीह जंतुणो । माणुस्सत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥
- ભગવાન મહાવીર ચાર વસ્તુ અત્યંત દુર્લભ બતાવે છે : માનવજન્મ, ગુરુ પાસેથી ધર્મશ્રવણ, તે પરની શ્રદ્ધા (રુચિ) અને તેનું આચરણ.
શ્રવણ થયા પછી પણ શ્રદ્ધા ન થાય તો શ્રવણ વ્યર્થ જાય. શ્રદ્ધા થયા પછી તે મુજબનું જીવન ન બને ત્યાં સુધી તેટલી ખામી કહેવાય.
આજે ત્રણ પદસ્થો તથા ચૌદ આત્માઓ દીક્ષિત બન્યા છે. આજની ઘડી અતિધન્ય છે : આ ઉત્તમોત્તમ જે પદો મળ્યા છે, તેને કેમ શોભાવવા ? તે આપણે ગુરુ ભગવંત પાસેથી જાણવાનું છે.
પંન્યાસ-ગણિ વગેરે પદ મળ્યા પછી ભાર વધે છે. તમે પણ મુખી બનો છો ત્યારે ભાર વધે ને ? પંન્યાસ-ગણિપદની એટલી મહત્તા છે કે જો એ પ્રમાણે જીવી જાણીએ તો મોટી કર્મની નિર્જરા થાય.
ગુણોની વૃદ્ધિ દ્વારા જ કર્મની નિર્જરા થશે. તમે સૌ ગુણ પ્રાપ્તિમાં ઉજમાળ બનજો.
તમારા ગુણો દ્વારા સંઘમાં ઉલ્લાસ વધે, ધન્ય-ધન્ય જિનશાસન... એવા ઉગારો સરી પડે, એવું તમારું જીવન હોવું જોઈએ.
નૂતન દીક્ષિતોને કહેવાનું : જે પ્રતિજ્ઞા સ્વયં ભગવાને લીધી તે તમને મળી છે, એનું મહત્ત્વ ઓછું ન આંકશો. આ પ્રતિજ્ઞા લઈને જીવનભર સમતામાં રહેવું છે. જીવનભર પાપક્રિયાથી દૂર રહેવાનું છે. થોડું પણ પર-પીડન ન થાય, તેની કાળજી રાખવાની છે.
જિન-ભક્તિ, ગુરુ-ભક્તિ, શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરેમાં મગ્ન
*
*
*
* *
* =
=
* *
* * * ૩પ૦