Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કેટલાકમાં સ્મૃતિ હોય છે, પણ બુદ્ધિ નથી હોતી. બુદ્ધિ હોય છે તો સ્મૃતિ-મતિ નથી હોતી. મતિ હોય છે તો બુદ્ધિ નથી હોતી. એક જ વ્યક્તિમાં ત્રણેય શક્તિઓ હોય તેવી ઘટના વિરલ હોય છે. ત્રણેય એક સ્થાને હોય તેને પ્રજ્ઞા કહેવામાં આવે છે. આ પ્રજ્ઞાનો અંશ જેમાં અવતર્યો હોય તે પ્રજ્ઞાશ” કહેવાય છે.
આજે પૂજયશ્રી જયારે પંન્યાસ-પદ પ્રદાન કરી રહ્યા છે. જો કે ગયા વર્ષે જ આ પદની વાત હતી, જાહેરાત પણ થઈ ગયેલી, પણ પદવી ન થતાં ઘણા લોકો વિચારમાં પડી ગયા હશે, પણ નિયતિ હોય તે પ્રમાણે જ કામ થતું હોય છે. અને જે થાય તે સારા માટે જ. નહિ તો આવું સિદ્ધક્ષેત્ર ક્યાં મળવાનું હતું ? અનંતસિદ્ધોનું ક્ષેત્ર તો આ છે જ, પણ સાથેસાથે આપણા સમુદાયના નાયક પૂ. જીતવિજયજી તથા પૂ. કનકસૂરિજીએ ગૃહસ્થપણામાં અહીં જ ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. પૂ.કનકસૂરિજીની પંન્યાસ-પદવી અહીં જ થઈ હતી. પૂ. ઉપા. શ્રી પ્રીતિવિજયજીની દીક્ષા અહીં જ થઈ હતી.
આવા પરમ પવિત્ર સ્થાનમાં આવા મહાન તારક ગુરુદેવશ્રીની નિશ્રામાં... જે ગુરુદેવના વરદ હસ્તે પદવી આદિ પ્રાપ્ત કરવા માટે મોટા વિદ્વાન મુનિઓ પણ ઝંખી રહ્યા હોય છે. બે વર્ષ પહેલા સુરતમાં પૂજયશ્રીની ખાસ નિશ્રા પ્રાપ્ત કરવા જ મુનિશ્રી અજિતશેખરવિજયજીએ મુહૂર્ત વગેરે ગૌણ કર્યું હતું. મુનિશ્રી અજિતશેખરવિજયજીની પંન્યાસ-પદવી પૂજ્યશ્રીના હાથે સુરતમાં થયેલી. આ માટે ત્રણ વખત મુહૂર્ત બદલાવેલા. ગમે તે મુહૂર્ત આવે પણ પૂજ્યશ્રીની નિશ્રા મળે, એ જ મારે મુખ્ય છે. એવી પદ-ગ્રહણ કરનાર જ્યોતિષ આદિમાં વિદ્વાન મુનિશ્રીની શ્રદ્ધા હતી. આવા શ્રદ્ધેય ગુરુદેવશ્રીની મંગળ નિશ્રા અમને મળી રહી છે, તે અમારું મોટું સદ્ભાગ્ય છે.
આ પદ-પ્રદાન થઈ રહ્યું તે પ્રસંગે હું તો માત્ર એટલું જ કહીશ : હું આ પદ માટે યોગ્ય બનું, પદથી ચડતા મદથી અળગો રહું. શ્રી જિનશાસનની યત્કિંચિત્ પણ સેવા કરીને
*
* *
*
*
*
*
*
*
* * * ૩ ૧