Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
૦ ચૈત્યવંદન આદિમાં સ્થાન, વર્ણ, અર્થ અને આલંબનનો પ્રયોગ કરવાનો છે. ઘણા કાળના અભ્યાસ પછી આ ચારેયના ફળરૂપે અનાલંબન યોગ મળે છે.
મોટાભાગે કાઉસ્સગમાં અનાલંબન યોગ પ્રાપ્ત થાય છે. કાઉસ્સગ્ન પહેલા બોલાતું અરિહંત ચેઈઆણું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. “વંદણવરિઆએ” વગેરે દ્વારા જિનચૈત્યોને વંદન કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત થાય છે. વધતી જતી શ્રદ્ધા-મેધા વગેરેથી પુષ્કળ કમની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા થતાં મન નિર્મળ અને નિશ્ચલ બને છે. આવા મનમાં જ અનાલંબન યોગનું અવતરણ થાય છે.
કષાય વગેરેની અવસ્થામાં ચિત્ત અત્યંત ચંચળ બને છે, આત્મપ્રદેશો અત્યંત કંપનશીલ બને છે. વિષય-કષાયોના આવેશ શાંત પડે છે, ત્યારે જ ચિત્ત નિર્મળ અને નિશ્ચલ બને છે. વિષય-કષાયોનો આવેશ જિન-ચૈત્યોના વંદન-પૂજનસત્કાર-સન્માન વગેરેની તીવ્ર ઈચ્છાથી શાંત થાય છે.
જૈનશાસનમાં નિર્મળતા વગરની નિશ્ચલતાનું કોઈ મૂલ્ય જ નથી. વિશ્વને સંહારક અણુબોંબની “ભેટ” આપનારા વૈજ્ઞાનિકોમાં ઓછી નિશ્ચલતા નથી હોતી. ઉંદરને પકડવા તૈયાર થતી બિલાડીમાં ઓછી નિશ્ચલતા નથી હોતી. શું કામની એવી નિશ્ચલતા ?
નિર્મળતા કેવળ ભક્તિયોગથી જ આવે છે.
દિગંબર અને શ્વેતાંબરોમાં અહીં જ તફાવત છે. દિગંબરોમાં પ્રથમ તત્ત્વાર્થ ભણાવવામાં આવે છે. ત્યાં પંડિતો તૈયાર થાય છે. જયારે શ્વેતાંબરોમાં નવકાર આવશ્યક સૂત્રો વગેરે ભણાવવામાં આવે છે. આથી અહીં શ્રદ્ધાળુ ભાવુકો તૈયાર થાય છે. શ્રદ્ધાવાન જ ધર્મનો સાચો અધિકારી છે. મેધાવાન્ નહિ, પહેલા શ્રદ્ધાવાન્ જોઈએ. માટે જ “સદ્ધા મેદાણ' લખ્યું, ‘મેહાણ દ્વા!' એમ નથી લખ્યું.
હું તો ઘણીવાર ભાવવિભોર બની જાઉં. કેવી સુંદર મજાની આપણને પરંપરા મળી. જ્યાં બચપણથી જ દર્શનવંદન-પૂજનના સંસ્કારો મળ્યા, આના કારણે જ ભક્તિ મુખ્ય
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
*
=
=
=
=
•
=
=
=
* ૩૫૧