Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બની.
ભક્તિને જીવનમાં પ્રધાન બનાવજો. જો આગળ વધવું હોય. જો પંડિત બનવા ગયા, ભક્તિ છોડી દીધી તો અભિમાન આવ્યા વિના નહિ રહે. અભિમાનથી કદી વિકાસ થતો નથી. હા, વિકાસનો આભાસ જરૂર થાય છે.
એક ભક્તિ આવી ગઈ તો બધું આવી ગયું.
યશોવિજયજી જેવા ભક્તિયોગના કેવા પ્રવાસી હશે: જેમણે ભગવાનને કહી દીધું :
“પ્રભુ ઉપકાર ગુણભર્યા, મન અવગુણ એક ન સમાય.”
પણ છદ્મસ્થ અવસ્થામાં અવગુણ ન હોય એ શી રીતે બને ? ગઈકાલે જ એક સાધ્વીજીએ આ પ્રશ્ન પૂછ્યો.
હું કહીશ : પ્રભુની સાથે એકાકારતાની ક્ષણે નીકળેલી આ પંક્તિઓ છે. જે ક્ષણે ચેતના પરમાત્મમયી હોય છે તે ક્ષણે અવગુણો નથી જ રહેતા. દીવો સળગતો હોય ત્યાં સુધી અંધારું ક્યાંથી આવે ? પ્રભુમાં ઉપયોગ હોય ત્યાં સુધી દુર્ગુણો શી રીતે આવે ?
આ સમાધિ દશાના ઉગારો છે. સમાધિ દશામાંથી નીચે આવ્યા પછી તો અવગુણો આવી શકે, પણ અવગુણો આવ્યા પછી આવો સાધક કદી તેને થાબડે નહિ. આપણે તો કષાયાદિને થાબડી રહ્યા છીએ.
તુમ ન્યારે તબ સબ હી ન્યારા, અંતર કુટુંબ ઉદારા.”
પૂ. ઉપા. યશોવિજયજીના આ ઉદ્ગારો પ્રભુ-વિરહને સૂચવે છે.
- મન્નત્થ સરિણvi | | ઉચ્છવાસ, નિઃશ્વાસ, ખાંસી, છીંક, બગાસું, ઓડકાર, અધોવાયુ, ચક્કરી, પિત્તની મૂચ્છ, સૂક્ષ્મ અંગ – સૂક્ષ્મ શ્લેખ અને સૂક્ષ્મ દૃષ્ટિનો સંચાર આદિ (અગ્નિ, પંચેન્દ્રિયની આડ, ચો૨, સ્વ-પર રાષ્ટ્રનો ભય) સોળ આગારો છે. એટલે કે આમ થવાથી કાયોત્સર્ગનો ભંગ થતો નથી.
કાયોત્સર્ગ - ધ્યાનનો કેટલો પ્રભાવ ? મનોરમાના કાયોત્સર્ગના પ્રભાવથી સુદર્શન શેઠ માટે શૂળી સિંહાસન બની
૩૫૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪