Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગઈ. ચતુર્વિધ સંઘના કાયોત્સર્ગના પ્રભાવથી યક્ષા સાધ્વીજી સીમંધર સ્વામી પાસે પહોંચી શક્યા છે. વાલિના કાયોત્સર્ગના પ્રભાવથી રાવણનું વિમાન અટકી પડેલું.
આજે છેલ્લી વાચના છે. છેલ્લી વાચનામાં ગુરુ-દક્ષિણા તરીકે શું આપશો ? હું માંગું ? હું માત્ર આજ્ઞા-પાલન માંગું છું. તમે ગુરુની આજ્ઞાને સદા સ્વીકારવા તત્પર રહો, એટલી જ અપેક્ષા છે. પૂ. કનકસૂરિજી વખતે આજ્ઞાપાલન અત્યંત સહજપણે થતું. પૂ. કનકસૂરિજી હળવદમાં હતા. એકેક સાધ્વીજીના ગૃપને ચાતુર્માસ માટે કહેતા હતા અને બધા જ તહત્તિ' કરીને સ્વીકારતા હતા.
આ જોઈને પૂ. પ્રેમસૂરિજીના કાન્તિવિજયજી સ્તબ્ધ બની ગયેલા : અમારે સાધુઓને ચાતુર્માસ માટે ગોઠવણી કરવી હોય તો લોહીના પાણી થઈ જાય. એના સ્થાને આટલું સહજ આજ્ઞા-પાલન ? એ પણ સાધ્વીજી જાતમાં ?
પ્રભુ અને ગુરુની આજ્ઞા નિશ્ચલ મનથી પાળશો તો સમજી લેજો : મોક્ષ તમારી મૂઠીમાં છે. સંસાર તમારા માટે સાગર નહિ રહે, ખાબોચીયું બની જશે. એને તરવો નહિ પડે, માત્ર એક જ કૂદકો લગાવશો ને પેલે પાર !
પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં જ્ઞાન-ક્રિયા-વિનયસરળતા-જયણા-કરુણા-જીવમૈત્રી-પ્રભુ-ભક્તિ વગેરે અગણિત ગુણો તથા સાધુ થવાની યોગ્યતાથી માંડીને પૂર્ણ સાધુ-જીવન કેવું હોવું જોઈએ? તે કેવી રીતે ઉચ્ચ બનાવવું જોઈએ ? તેની પ્રક્રિયા સુધીનો રસથાળ આપણી સમક્ષ ધરી દીધો છે.
- સા. હર્ષકલાશ્રી.
R
*
=
=
=
=
=
=
=
= = ૩૫૩