Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભા.સુ.પના દિવસે બારસા સૂત્ર સંભળાવવું.' તે વખતે આવી વાત કરવી ખતરનાક હતી.
બીજી નોંધ : “કોઈપણ સમુદાયના ગ્લાન સાધુની મારા સાધુએ વેયાવચ્ચ કરવા પહોંચી જવું.'
એમણે બનાવેલી કલમોમાં દૂરદર્શિતા હતી.
ભાનુવિજયજી પછી જયઘોષવિજયજી સંભાળે, એમ તેમણે વિલ બનાવેલું. ભાનુવિજયજી પહેલા જાય, જયઘોષવિજયજી પછી જાય, એ નક્કી હતું ? બનનારી સંભવિત ઘટના એમને દેખાતી હતી. આવી હતી તેમની દિવ્યદૃષ્ટિ ! સ્વર્ગવાસ પછી પણ ઘણી ઘટના જોવા મળી છે.
આજે પણ અમે એમની નજરમાં છીએ. ૩૨ વર્ષ થયા છતાં અમારી સંભાળ રાખે છે, એમ અમને સતત લાગતું રહે છે. આગોતરી સૂચના સ્વપ્નમાં આવતી હોય છે.
રામવિજયજીથી માંડીને બધાને એમણે તૈયાર કર્યા છે.
પૂજયશ્રીની આજ્ઞાથી મેં જૂનાગઢ ચાતુર્માસ કર્યું. પછી કીર્તિચન્દ્ર વિ.ની ટપાલ આવી : પૂજ્યશ્રી ઈચ્છે છે : હવે તમે જલ્દી આવો. મેં વિહાર કર્યો. બોટાદ પહોંચતાં ચન્દ્રશેખર વિ. મળ્યા. અમે સાથે રોકાયા. બોટાદમાં વૈ.વદ ૧૧ના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. ચન્દ્રશેખર વિ. તો તાર વાંચી ચીસ પાડી બેહોશ થઈ ગયા. ૨૪ કલાક સુધી ચન્દ્રશેખર વિ. રડ્યા હશે.
પછી અમે સ્વર્ગભૂમિ ખંભાત પહોંચ્યા. મેં કીર્તિચન્દ્ર વિ. ને પૂછવું : પૂ. પ્રેમસૂરિજી મ. એ મારા માટે શું કહ્યું ? કર્મપ્રકૃતિમાં એને (ધુરંધર વિ.ને) રસ નથી તો ઈતિહાસમાં આગળ વધે.’ આજે મને ઈતિહાસમાં રસ છે. આવા નિરાગ્રહી હતા પૂજ્યશ્રી !
ગુરુ-લાઘવ પ્રમાણે પૂજ્યશ્રી વર્તતા હતા. જીવનમાં ઘણી બાંધછોડ કરી છે, તેમણે.
એમની કૃપાથી જ સાધારણ અસાધારણ થયા. એમની કૃપા હટતાં જ અસાધારણ સાધારણ બન્યા. બધામાં પૂ. પ્રેમસૂરિજીની શક્તિ કાર્ય કરી રહી છે.
૩૨૪
*
*
*
*
#
#
#
#
*
*
*