Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જીવાસ્તિકાયની વિચારણા આપણને સર્વ જીવો સાથે એક તાંતણે બાંધે છે. આપણે બીજાથી આપણી જાતને જુદી માનીએ છીએ, જુદો ચોકો જમાવવા માંગીએ છીએ, અલગ અસ્તિત્વ ઊભું કરવા માંગીએ છીએ, પણ આ જ આપણી મોટી ભૂલ છે. આ જ મોહ છે.
અહીં કોણ જુદું છે ? આપણે બધા એક ડાળના પંખી છીએ. એક જ સૂરજના કિરણ અને એક જ ફૂલની પાંખડી છીએ. એક જ હાંડલાના ચોખા છીએ. બીજાને છોડીને કેવળ આપણું ભલું કરી ન જ શકીએ.
ભગવાન ભગવાન શી રીતે બન્યા ? સર્વ જીવોમાં સ્વનું દર્શન કરવાથી જ ભગવાન ભગવાન બન્યા છે.
આ સંદર્ભમાં “સબૂનોમાવિમMમાવ' વિશેષણ કેટલું ચોટદાર છે ? ભગવાને સર્વ જીવોમાં આત્મભાવ સ્થાપિત કર્યો છે.
ભગવાન ભલેને સાત રાજલોક દૂર હોય, પણ ભક્તને મન તો ભગવાન અહીં જ છે. કારણકે દૂર રહેલા ભગવાનને ખેંચી આપનાર ભક્તિ તેની પાસે છે. પતંગ ભલે આકાશમાં હોય, પણ દોરી પાસે હોય તો પતંગ ક્યાં જવાનો? ભગવાન ભલે દૂર હોય, પણ ભક્તિ પાસે હોય તો ભગવાન ક્યાં જવાના ?
હૃદયને સદા પૂછતા રહો : ભક્તિની દોરી પાસે છે ને? ભક્તિની દોરી ગઈ તો ભગવાન ગયા.
ભગવાન ગયા એટલે તરત જ મોહ ચડી બેસવાનો. મોહ, ભગવાન જાય એની વાટ જ જોઈ રહ્યો છે.
ગુફામાંથી સિંહ જતો રહે પછી વાઘ, વરૂને આવતાં વાર કેટલી ? હૃદયમાંથી ભગવાન જતાં પાપ આવતાં વાર કેટલી ?
કાઉસ્સગ આપણને ફળ આપે, પણ એ પૂર્વે આટલી શરત છે : તમારા શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા આ પાંચેય ગુણો વધતા હોવા જોઈએ.
આ “અરિહંત ચેઈઆણં' સૂત્રથી ચૈત્યવંદન કરનારો વંદનાની ભૂમિકા તૈયાર કરે છે અને ચોક્કસ (નિવૃતિમતિ
૩૩૨
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* ?