Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગૌણ ન કરી શકાય.
જિનાગમ અમૃતનું પાન જ્ઞાન દ્વારા જ મળી શકશે.
જ્ઞાનમાં પણ મુખ્યતા કોને આપવી ? કેવળજ્ઞાનને કે શ્રુતજ્ઞાનને ?
શ્રુતજ્ઞાન જ ચાર જ્ઞાનમાં વધુ ઉપકારી છે. કારણકે તેનું આદાન-પ્રદાન થઈ શકે છે, અન્ય જ્ઞાનનું નહિ. એટલે જ અન્ય ચાર જ્ઞાન મૂંગા કહ્યા છે.
| મૂળ વિધિ ત્રીજા પહોરે વિહાર કરવાની છે. તે જ્ઞાનની મુખ્યતા જ કહે છે. પહેલી સૂત્ર પોરસી, બીજી અર્થ-પોરસી અને ત્રીજી આહાર-વિહાર-નીહાર પોરસી છે.
ભગવતીમાં એક વખત એવું આવ્યું કે મને તો થયું : સાક્ષાત ભગવાને મને આ આપ્યું.
ત્યાં આવ્યું : આત્માના ગુણો અરૂપી છે.
મને થયું : ભગવાનના ગુણો પણ અરૂપી છે. ભગવાનના ક્ષાયિક આપણા ક્ષાયોપથમિક છે. પણ એની સાથે એકાકાર બનાવવાથી એ પણ ક્ષાયિક બની શકે છે.
કપડા, મકાન, શરીર, શિષ્ય વગેરે “મારા લાગે છે, પણ જ્ઞાનાદિ ગુણો “મારા લાગે છે ? “મારા” ન લાગે ત્યાં સુધી તમે એની પાછળ દત્તચિત્ત નહિ બની શકો. શરીર માટે, શરીરના સાધનો માટે “મારાપણાનો ભાવ છે, તેવો ભાવ આત્મા માટે છે ? હોય તો હું તમને નમન કરું !
છે “શત્રુંજી નદી નાહીને.”
કઈ શત્રુંજી નદીમાં ન્હાવાનું ? આ નદીમાં તો પાણીયે નથી.
મૈત્રીભાવના એ જ શત્રુંજી નદી છે. એમાં સ્નાન કરનારો જ શત્રુજ્યી બની શકે.
મુખ બાંધી મુખ કોશ” એટલે ?
વચન ગુતિ કરવી. ગુસ્સો આવી જાય તો પણ ત્યારે બોલવું નહિ. ન બોલવાથી ઘણા અનર્થોથી બચી જવાશે.
• વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરેથી આપણો સંબંધ ભગવાન સાથે જોડાય છે. ભગવાન પર અનુરાગ હોય
*
*
*
*
*
*
*
*
*
* *
* * ૩૩૦