Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કર્મના ક્ષયોપશમથી પેદા થતી પ્રસન્નતા એ જ શ્રદ્ધા.
ભેંસના દહીંથી ઊંઘ વધુ આવે. દ્રવ્ય પણ આ રીતે અસર કરતું હોય છે. તે રીતે મૂર્તિનું ઉચ્ચ દ્રવ્ય આપણી અંદર પ્રસન્નતા કેમ ન વધારે ?
ભગવાનની મૂર્તિના શાન્તરસના પુદ્ગલો આપણા સમ્યકત્વ મોહનીયના પુદ્ગલોમાં નિમિત્ત બન્યા. માટે જ આપણને પ્રશમ ગુણનો લાભ મળ્યો.
સરોવરમાં ગમે તેટલો કચરો હોય પણ એક એવો મણિ આવે છે કે જે નાખતાં જ બધો જ કચરો તળીયે બેસી જાય, સરોવરનું પાણી એકદમ નિર્મળ બની જાય. મનના સરોવરમાં શ્રદ્ધાનો મણિ મૂકો તો તે નિર્મળ બન્યા વિના નહિ રહે.
આવી શ્રદ્ધાના સંયોગે જ શ્રેણિક ચિત્તની નિર્મળતા પામી શક્યા હતા. લત: તીર્થકર નામકર્મ બાંધી શક્યા હતા.
આવી નિર્મળતાના સ્વામીને કોઈ ચલિત ન બનાવી શકે. આવી શ્રદ્ધા વધ્યા પછી મેધા વધારવાની છે. શ્રદ્ધામાં સમ્યગ્રદર્શન છે તો મેધામાં સમ્યજ્ઞાન છે.
કઠિન ગ્રન્થને પણ ગ્રહણ કરવામાં પટુ બુદ્ધિ તે મેધા છે. ટૂંકમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો ચિત્તનો ધર્મ તે મેધા.
નિર્મળ પ્રજ્ઞા આગમોમાં રુચિ ધરાવે, પણ મોહનીયથી ગ્રસ્ત મલિન પ્રજ્ઞા આગમોમાં રુચિ ન ધરાવે. પાપગ્રુત પર તેને આદર હોય. નિર્મળ મેધાવાળાને પાપગ્રુત પર અવજ્ઞા હોય, ગુરુ - વિનય અને વિધિ પર પ્રેમ હોય. તેને ગ્રહણ કરવાનો સતત પરિણામ હોય.
બુદ્ધિમાન દર્દી ઉત્તમ ઔષધિમાં જ રુચિ ધરાવે તેમ નિર્મળ પ્રજ્ઞાવાળો સગ્રન્થમાં જ રુચિ ધરાવે.
તમને સગ્રન્થો ગમે છે કે ખરાબ પુસ્તકો ગમે છે ? જે ગમતું હોય તે પરથી તમારી મેધા કેવી છે ? તે ખ્યાલમાં આવશે. સગ્રન્થનું વાંચન માત્ર કલ્યાણ નહિ કરે. તે પહેલા તમારા હૃદયમાં ગ્રન્થ પ્રત્યે તીવ્ર રુચિ હોવી જોઈએ.
ભગવાનના દર્શન પણ તો જ ફળે જો ત્યાં અત્યંત
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૩૯