Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તો જ વંદનાદિ કરવાનું મન થાય. વંદનાદિ કરવાથી ભગવાન પર અનુરાગ પ્રગટે, એમ પણ કહી શકાય.
અરિહંત ચેઈઆણ” અદ્દભુત સૂત્ર છે. એના દ્વારા વિશ્વભરમાં જિનપ્રતિમા આગળ થતાં વંદનાદિનું ફળ કાઉસ્સગ્ન કરનારને મળે છે.
સ્તુતિ આદિ કરવા તે સન્માન. માનસિક પ્રીતિ તે પણ સન્માન કહેવાય, એમ અન્ય આચાર્યો કહે છે.
વંદન-પૂજન-સત્કાર-સન્માન વગેરે સમ્યગદર્શનના લાભ માટે છે. માટે લખ્યું ઃ બોધિલાભ.
બોધિલાભ પણ શા માટે ? મોક્ષ માટે. માટે પછી કહ્યું : ‘નિવસર્વિત્તિયાણ ' નિરુપસર્ગ એટલે મોક્ષ. મોક્ષમાં કોઈ ઉપસર્ગ નથી. માટે તે નિરુપસર્ગ કહેવાય છે.
પ્રશ્ન : સાધુ-શ્રાવકને બોધિલાભ મળેલો જ છે. પછી માંગવાની જરૂર શી ? બોધિલાભ છે તો મોક્ષ પણ મળશે જ. પછી તેની પ્રાર્થના શા માટે ? માંગવાની જરૂર શી ?
ઉત્તર ઃ ક્લિષ્ટ કર્મોના ઉદયે મળેલી બોધિ પડી પણ જાય. માટે જ અહીં તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.
વળી, આપણું સમ્યગ્રદર્શન ક્ષાયોપથમિકભાવનું છે. એટલે એને ખૂબ જ સંભાળવું પડે. આવેલું સમ્યગુ દર્શન ચાલ્યું ન જાય. હોય તો વધુ વિશુદ્ધ બને, માટે અહીં આવી માંગણી કરવામાં આવી છે.
આથી જ ભદ્રબાહુ સ્વામી જેવાએ માંગણી કરી હશેને ? ‘તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ.”
બોધિલાભ મળ્યા પછી જ મોક્ષનો લાભ મળે. માટે જ બોધિલાભ પછી “નિરુપસર્ગ મૂકેલ છે. બોધિલાભ મળ્યો તો કેવળજ્ઞાન અને મોક્ષ મળશે જ.
આ કાયોત્સર્ગ ભલે તમે કરતા રહો, પણ તમારી શ્રદ્ધાના કે મેધાના ઠેકાણા ન હોય તો એનો કોઈ મતલબ નથી. માટે જ અહીં લખ્યું : તમારી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા વગેરે વધતું જતું હોવું જોઈએ.
૦ શ્રદ્ધાનો અર્થ અહીં પ્રસન્નતા કર્યો છે. મોહનીય
૩૩૮
=
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
*
)