Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પૂજાના પ્રભાવથી જ શ્રાવકના જીવનમાં ભક્તિ વધે છે. ભક્તિ વધતાં વિરતિ ઉદયમાં આવે છે.
સાપવાળા ખાડામાં પડેલા બાળકને બચાવતી માતા (બાળકને ભલે ઈજા થાય કે ઊઝરડા પડે) દોષ-પાત્ર નથી, તેમ ગૃહસ્થોને દ્રવ્ય-પૂજા માટે ઉપદેશ આપનાર સાધુ દોષપાત્ર નથી. મહાદોષમાંથી બચાવવા અલ્પદોષ ક્યારેક જરૂરી બની જતો હોય છે.
આદ્ય દેશવિરતિના પરિણામમાં જિન-પૂજા અને જિનસત્કાર કરવાની ભાવના પેદા થતી જ હોય છે.
આ સત્ આરંભ હોવાથી ઉપાદેય છે. અસત્ આરંભથી બચાવના૨ છે.
આ દ્રવ્યસ્તવમાં ‘દ્રવ્ય' નો અર્થ તુચ્છ નથી કરવાનો, પણ “ભાવ”નું કારણ બને તે – દ્રવ્ય એવો અર્થ કરવાનો છે.
- અત્યારે દુકાળની એટલી ભીષણ પરિસ્થિતિ છે કે પાળીયાદમાં રૂપિયાથી પાણી વેચાય છે. પરિસ્થિતિ એવી પણ બને કે એક રૂપિયાનું એક ગ્લાસ પાણી મળે.
આવા સંયોગોમાં આપણે પાણીનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવા જેવો છે. આપણા ઘરડાઓ તો કહેતા : પાણીને ઘીની જેમ વાપરજો.
- જૂના જમાનામાં શ્રાવકો વિદેશમાં કમાવા જતા તો ત્યાં સ્થાયી રહેતા નહિ. એકાદ ખેપ કરીને પાછા સ્વદેશમાં આવી જતા ને સંતોષથી ધર્મ-ધ્યાનપૂર્વક જીંદગી વીતાવતા. તેઓ જાણતા : આ જન્મ કાંઈ કામ-અર્થ માટે નથી, ધર્મ માટે
જે આત્મા પૂજાથી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચારિત્ર ભગવાનની પૂજા-ભક્તિના પ્રભાવથી જ મળ્યું છે, એમ હું માનું છું.
નાનપણથી જ હું દેરાસરમાંથી બપોરે એક-દોઢ વાગે આવતો. મોડા આવવાની આદત આજની નથી. ત્યારે પણ મા-બાપ વાટ જોતા હતા. જો કે તેમને કોઈ તકલીફ ન્હોતી
૩૩૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* ;