Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નટની જેમ દેખાવ નથી કરવાનો, પણ નિષ્કપટ ભાવપૂર્વક ચેષ્ટા કરવાની છે.
મુંબઈ - લાલબાગમાં લાલ ફૂલોથી રોજ ભગવાનની ભાવપૂર્વક પૂજા કરતા ભક્તને એક દિવસ વિજય રામચન્દ્રસૂરિજીએ પૂછ્યું : તમે પ્રવચનમાં કોઈ દિવસ કેમ નથી આવતા ?
તેણે કહ્યું : “મને મંગળ નડે છે, એટલે હું આ લાલ ફૂલોથી પૂજા કરું છું. મારે પ્રવચન સાથે શું લેવા-દેવા ?'
આપણો ધર્મ-ક્રિયા પાછળનો આવો મલિન ઉદેશ હશે તો આત્મશુદ્ધિ નહિ થાય. આ ભક્તિ કપટી નટ જેવી ગણાશે.
- ચૈત્યનો અર્થ પ્રતિમા કઈ રીતે કર્યો છે ? તે સમજવા જેવું છે. જુઓ : “વૈચારિ પ્રતિક્નિક્ષUTUનિ મર્કન્રત્યાનિ !' આના રચયિતા હરિભદ્રસૂરિજી આગમ પુરુષ છે. એમની વાત તમે અન્યથા ન કરી શકો.
ચૈત્ય શબ્દ કેમ બન્યો છે ? તે પણ તેમણે ખોલ્યું છે. “ચૈત્ય' એટલે ચિત્ત. તેનો ભાવ અથવા કર્મ તે ચૈત્ય. વUતચ્ચિ: ' પાણિનિ ૫-૧-૧૨૩ સૂત્રથી ગન પ્રત્યય લાગતાં ચિત્તનું “ચૈત્ય બન્યું છે. એટલે કે અરિહંત પરમાત્માની પ્રતિમા ચિત્તની પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન કરનારી છે.
જે લોકો “ચૈત્ય’નો અર્થ જ્ઞાન, વૃક્ષ કે સાધુ કરે છે, તેઓ પાસે ન કોઈ આધાર છે ! ન કોઈ પરંપરા છે ! માત્ર પોતાના મતની સિદ્ધિ માટે જ ચૈત્યના ચિત્ર-વિચિત્ર અર્થો તેઓ દ્વારા કરવામાં આવે છે.
25)=
આ પુસ્તક વાંચતાં પૂ. સાહેબજીની વિશેષ ભક્તિ જાણવા મલી. નહિ સાંભળેલું, નહિ અનુભવેલું એવું જ્ઞાન મળ્યું.
- સા. ઈન્દ્રવંદિતાશ્રી
=
શ
૩૩૦.
*
*
*
*
*
*
*
*
*
*
*