Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કા. વદ-૧૨ ૨૨-૧૧- ૨000, બુધવાર
આપણે બધા એક જ ડાળના પંખી છીએ.
- ભગવાનમાં જેટલા ગુણો, જેટલી શક્તિઓ પ્રગટે છે તે કદી વિલાતી નથી. એ જણાવવા જ નવમી સંપદા છે.
» ‘૩૫યો નક્ષUT' ઉપયોગ એક માત્ર જીવનું લક્ષણ છે. એ જ બીજા ચારેય અસ્તિકાયથી જીવને જુદો પાડે છે. આ લક્ષણ સ્વરૂપ-દર્શક છે. | ‘પરસ્પરોપગ્રહો ગોવાનામ ' આ સંબંધ-દર્શક સૂત્ર છે. બીજા માટે બાધકરૂપે સંબંધ બાંધવો તે અપરાધ છે. બીજા માટે સહાયકરૂપે સંબંધ બાંધવો તે પ્રકૃતિને સહયોગરૂપ છે.
આ વસ્તુ ભૂલી જવાથી જ આપણે બીજાને બાધક થતા આવ્યા છીએ. જયાં સુધી બીજાને બાધા પહોંચાડીશું ત્યાં સુધી આપણને બીજા તરફથી બાધા આવવાની જ.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
* * *
*
* *
* * * * * * ૩૩૧