Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભયંકર માંદગી વચ્ચે પણ સમાધિપૂર્ણ ચિત્તે તેઓ સાહિત્યસર્જન કરતા જ રહ્યા. આ એમના જીવનની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હતી. - પૂ.આ.શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી :
અમારા એ સ્વ. પૂ. આચાર્યશ્રીની સાથે ગાઢ સંબંધો હતા. હું વ્યાખ્યાનમાં નવો-નવો હતો ત્યારે મને તેઓ અનેક રીતે પ્રોત્સાહિત કરતા. વ્યાખ્યાન માટે નવા મુદ્દાઓ આપતા. વ્યાખ્યાન કઈ રીતે આપવું ? તે અંગે સમજાવતા. સ્વયં વ્યાખ્યાન અધૂરું છોડીને મારી પાસેથી બોલાવતા, મારા વ્યાખ્યાનની પ્રશંસા કરી મને પ્રોત્સાહિત પણ કરતા.
આજે મારું જે વ્યક્તિત્વ છે, એના ઘડતરમાં અનેક પરિબળો રહેલા છે, તેમાં પૂજ્યશ્રી પણ એક મહત્ત્વનું પરિબળ હતા.
- પં. છબીલદાસજી આવા પ્રસંગે એક સંસ્કૃત શ્લોક કહેતા તે યાદ આવી જાય છે :
હંસ જયારે સરોવરને છોડીને ચાલ્યા જાય છે ત્યારે હંસને તો કોઈ ખોટ નથી પડતી. કારણ કે જ્યાં રાજહંસ જશે, ત્યાં સરોવરનું નિર્માણ થઈ જ રહેશે. પણ સરોવર જરૂર શૂનું બનશે.
જિનશાસનનું આ સરોવર પણ પૂજયશ્રી વિના અત્યારે શૂનું થયું છે.
પૂ. ગણિશ્રી મનિચન્દ્રવિજયજી : હિન્દી કવિ શ્રી મૈથિલીશરણ ગુણે કહ્યું છે :
મંથર હૈ વહાં, ગઠ્ઠાં માહિત્ય નહીં હૈ मुर्दा है वह देश, जहां साहित्य नहीं है।
આપણા લક્ષ્મીપુત્ર સમાજમાં સાહિત્યકાર તરીકે ઉપસી આવેલા પૂજ્ય આચાર્યશ્રી વિશિષ્ટ વ્યક્તિત્વના સ્વામી હતા.
જો કે, પૂજ્યશ્રી સાથે મારો ખાસ પરિચય નથી. ફક્ત બે જ વખત એમને જોયા છે. એક વાર ગૃહસ્થાપણામાં... વિ.સં. ૨૦૨૭માં મુંબઈ - સાયનના ઉપાશ્રયમાં, જયારે હું ૧૧-૧૨ વર્ષની વયનો હતો. મોટા ભાઈ સાથે સાયન
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * * * * * * * * * * * * ૨૮૫