Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી :
ઝગડીઆજીમાં આઠ વર્ષની ઉંમરે મારી દીક્ષા થઈ. પછી મારે પૂ. ગુરુદેવ (પૂ.પં. ભદ્રંકર વિ.મ.) સાથે મોટા ગુરુદેવ પૂજ્ય આચાર્યશ્રી (વિજય પ્રેમસૂરિજી) ના સાન્નિધ્યમાં જવાનું થયું. તે વખતે બાલમુનિ તરીકે હું એકલો જ હતો.
એ અરસામાં મારે બે જણની સાથે આત્મીયતાભર્યા સંબંધો બંધાયા હતા : મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી તથા મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી સાથે. અમે ત્રણેય ખાસ નિકટના સાથીઓ બન્યા. | મુનિ ચન્દ્રશેખરવિજયજીએ લેખક તરીકે ઉપનામ વજપાણિ' રાખેલું. આજે પણ તેઓ ખુમારીનું વજ લઈને ઘૂમે છે. ભદ્રગુપ્તવિજયજીએ “પ્રિયદર્શન' ઉપનામ રાખેલું. છેલ્લે સુધી સૌને તેમનું દર્શન પ્રિય જ લાગતું.
હું તો સાવ નાનો. મને પૂજ્યશ્રી દરરોજ નવી-નવી સુંદર મજાની વાર્તા કહેતા. ક્યારેક બહિર્ભુમિએ જતી વખતે પણ વાર્તા કહેતા. નાના બાળકને આથી વધુ શું જોઈએ ?
- ત્યાર પછી પણ અમારા સંબંધો ઘણા ઉષ્માભર્યા રહ્યા. સં. ૨૦૫૪માં અમદાવાદ-ચાતુર્માસમાં હું તેમને અવાર-નવાર મળવા જતો. મને જોઈને પૂજ્યશ્રી ખૂબ જ રાજી થતા. દરેક મુલાકાતમાં છેલ્લું વાક્ય આ હોય : તું હવે ફરી ક્યારે આવે છે ? (તેઓ મને હંમેશા તું કહીને જ બોલાવતા. ગાઢ આત્મીયતા હોય ત્યાં જ આવું સંબોધન હોઈ શકે.)
અમદાવાદથી વિહાર વખતે પણ મને જલ્દી આવવા કહેલું. ૨૦પપના ચાતુર્માસ પછી મારી સ્વયંની ભાવના પણ ડીસાથી વિહાર કરી અમદાવાદમાં પૂજ્યશ્રીને મળવાની હતી. ૪૫ આગમનું અધ્યયન પૂજ્યશ્રી પાસે કરવાની તીવ્ર ભાવના હતી. એમનું અધ્યયન તલસ્પર્શી હતું. આથી તીવ્ર આકાંક્ષા હતી. પણ કુદરતને એ કદાચ મંજૂર નહિ હોય. ચાતુર્માસ પછી હું વિહાર કરું એ પહેલા આજના દિવસે પૂજ્યશ્રીનો દેહ-વિલય થઈ ગયો.
પૂ. ભદ્રગુપ્તસૂરિજીના લગભગ તમામ પુસ્તકો પૂ.
૨૮૮ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪