Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ૐ
pap tap ip is to policed se
જીતાડી આપશે, તારી આપશે, જગાડી આપશે તે છોડાવી આપશે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
K
કા. સુદ-૧૨ ૮-૧૧-૨૦૦૦, બુધવાર
ભગવાનની
પરમકરુણાથી જ આટલી ધર્મ સામગ્રી મળી છે . ભગવાનની વાણી સાંભળતાં જો આનંદ આવે, ભગવાન પ્રત્યે બહુમાન પેદા થાય તો આગળ-આગળની ભૂમિકાઓ સ્વાભાવિક રીતે મળતી જાય.
વ્યવહારથી જોઈએ તો આપણે અર્ધે રસ્તે આવી ગયા છીએ. ભગવાનને જે ક્ષણે તમે અલગ રાખો છો તે જ ક્ષણે તમારું મુક્તિમાર્ગ તરફનું પ્રયાણ અટકી જાય. ભગવાન શું ન આપે ? સાધના, સદ્ગતિ, બોધિ બધું જ આપે. અભય, ચક્ષુ, બોધિ વગેરે બધું જ આપનાર ભગવાન છે.
એકેક વિશેષણ દ્વારા અન્ય અન્ય દાર્શનિકોના મતોનું અહીં (નમુન્થુણંમાં) ખંડન થયું છે.
પૂ.
૨૯૫