Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
(૩) આગમોના ઉદ્ધારક પૂ. સાગરજી મ.
(૪) સંયમીઓના ઉદ્ધારક પૂ. પ્રેમસૂરિજી, પૂ. રામચન્દ્રસૂરિજી.
આ કાળમાં વિશિષ્ટ કોટિના, સંયમીઓ તૈયાર કરીને પૂજ્યશ્રીએ ઘણો જ ઉપકાર કર્યો છે.
પૂજ્યશ્રીના ચરમોમાં અગણિત વંદન. પૂ. નવરત્નસાગરસૂરિજી :
પ્રેમ “ નામ અઢી અક્ષરનું છે ! પ્રેમને જાણી લે તે પંડિત કહેવાય.
“પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય; ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.”
- કબીર. પૂ. પ્રેમસૂરિજી મ.માં સાચે જ પ્રેમના ઓઘ ઉમડતા હતા. નફફટ લોકોના હૃદયમાં પણ વૈરાગ્યનો દીપક પ્રગટાવવાનું ભગીરથ કામ એમણે કરેલું.
હમણા જ ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી કહી ગયા તેમ ચાર શાસન સ્તંભ થઈ ગયા.
પૂ. સાગરજી મહારાજે એકલપંડે આ ભગીરથ કાર્ય કર્યું. ખંડિત પ્રતોમાં પણ પ્રકાંડ પ્રજ્ઞાથી તૂટેલા આગમપાઠો જોડ્યા. તે અસલ પ્રતમાં પણ પછીથી તેવા જ મળ્યા.
સંયમના ઉદ્ધારક પૂ. પ્રેમસૂરિજીએ ઘણી શાસન-સેવા કરી છે. જ્યાં ગયા ત્યાં ચારિત્રની જ પ્રભાવના કરી છે.
ગમતાનો કરીએ ગુલાલ' પોતાને ગમતું ચારિત્ર અનેકોને આપ્યું. એમના ગુણો અમારામાં પણ આવે, તેવી મંગલ કામના.
પૂજ્ય કલાપૂર્ણસૂરિજી ઃ
ચાતુર્માસના પ્રારંભથી અત્યાર સુધી એક થઈને અમે રહ્યા છીએ. અને આગળ પણ રહીશું. આવી સારી પરંપરા ચાલે તો સારું છે ને ? આમાં શાસનની શોભા જ છે ને ?
અમારા શ્રમણો એક જ પાટ પર છે.' એવું જાણીને શ્રાવકવર્ગને કેટલો આનંદ થાય ?
૩૧૨
*
*
*
*
*
*
*
*
*
* * કહે, કલાપૂર્ણસૂરિજ
*
ક