Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રભાવના કરી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે પ્રદેશોની અનેક હસ્તીઓને તેમણે પોતાના તરફ આકર્ષિત કરી. આ કાળમાં આ કાંઈ નાની સૂની સિદ્ધિ નથી.
એમની ખેંચવાની શક્તિ, એમનું વાત્સલ્ય, એમની કરુણા જણાવતો એક પ્રસંગ કહું.
વિ.સં. ૧૯૯૮ (કે ૧૯૯૬ ?) માં પૂજયશ્રીનું નિપાણીમાં ચાતુર્માસ હતું. વ્યાખ્યાન પછી પ્રભાવનામાં નાળિયેર અપાતા હતા.
એક અજૈન છોકરો વારંવાર નાળિયેર લેવા આવતો હતો. ટ્રસ્ટીઓની ચકોર નજરથી આ છાનું ન રહ્યું. ટ્રસ્ટીઓએ એ છોકરાને પકડ્યો, ધમકાવ્યો અને ૧૫-૨૦ પ્રભાવનાના નાળિયેર કઢાવ્યા.
પૂજયશ્રી આ દશ્ય જોઈ રહ્યા હતા. તેમણે પેલા જૈનેતર છોકરાને બોલાવ્યો. ધમકાવતા ટ્રસ્ટીઓને અટકાવ્યા. ૧૫-૨૦ નાળિયેર છોકરાને પાછા અપાવ્યા અને કહ્યું : રોજ તું મારી પાસે આવજે.
શિવપ્પા નામનો આ લિંગાયતી બ્રાહ્મણ-શિશુ રોજ પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યો અને થોડા સમયમાં પાંચ પ્રતિક્રમણ શીખી ગયો.
પૂજ્યશ્રીના અપાર વાત્સલ્યથી મુગ્ધ થયેલો તે દીક્ષા લેવા પણ તૈયાર થઈ ગયો. આ બાળક તે પૂજ્ય આચાર્યશ્રી વિજય ગુણાનંદસૂરિજી મહારાજ, જેમની પાસે પૂ. ચન્દ્રશેખર વિ., પૂ. રત્નસુંદર વિ. જેવા અનેક પ્રભાવકો ભણી ચૂક્યા છે.
આવા હતા રત્નપરીક્ષક પૂજય પ્રેમસૂરિજી, જેમણે પોતાની કુનેહ અને કરુણાથી ચારેબાજુથી અનેક પ્રતિભાઓને આકર્ષી હતી.
હમણા પૂ. સાગરજી મ.ના ગુણાનુવાદના પ્રસંગે પૂ. ધુરંધરવિજયજી મહારાજે ૫. મફતલાલનો હવાલો આપીને કહેલું કે જૈન શાસનના અર્વાચીન ચાર સ્તંભો થઈ ગયાં :
(૧) જિન-મંદિરોના ઉદ્ધારક પૂ. નેમિસૂરિજી. (૨) શ્રાવકોના ઉદ્ધારક પૂ. વલ્લભસૂરિજી.
4
x
x
=
=
=
=
=
=
=
= =
=
૩૧૧