Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સાથે મળીને પ્રતિષ્ઠા કરાવેલી.
આવા મહાપુરુષોની આજે જરૂર છે.
પૂજ્યશ્રીની દીક્ષાનો આજે મંગળ દિવસ છે. આ ક્ષેત્રના પ્રભાવના કારણે એવું ચૈતન્ય પ્રગટે છે કે તે સાધક ઉત્તરોત્તર આગળ વધતો રહે છે.
પૂ. મહોદયસાગરજી :
અહીં બેઠેલા આપણામાંના ઘણાએ પૂજ્યશ્રીના દર્શન નહિ કર્યા હોય. મેં પણ નથી કર્યા. પણ અમારા પૂ. ગુરુદેવના મુખે આદરપૂર્વક નામ ઘણીવાર સાંભળ્યું છે :
તપાગચ્છના મોટા સાધુ સમુદાયમાં પૂ. પ્રેમસૂરિજીનો મોટો ફાળો છે. માતાથી પણ અધિક વાત્સલ્યપૂર્વક તેમણે સાધુઓને તૈયાર કર્યા છે. દીક્ષા પછી પણ તેમણે અદ્ભુત ઘડતર કર્યું છે.
અમારા ગુરુદેવ પૂ.આ.શ્રી ગુણસાગરસૂરિજીએ આચાર્ય પદવીના પ્રસંગે ઘોષણા કરી : “બધા આચાર્ય ભગવંતો એક થતા હોય તો હું મારા ગચ્છની સમાચારી માટે આગ્રહ નહિ
રાખું.
પૂ. પ્રેમસૂરિજીના કાને આ વાત પડી. તેમણે આ ભાવનાની અનુમોદના કરેલી.
પૂ. પ્રેમસૂરિજીના અનેકાનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ કહું : આચાર્ય પદવી માટે યોગ્ય હોવા છતાં તેમનામાં અદ્ભુત નિઃસ્પૃહતા હતી. એક વખત તેઓશ્રી વયોવૃદ્ધ મુનિશ્રી જિનવિજયજીની વેયાવચ્ચ કરવા પાટણમાં રહેલા. પહેલેથી જ વેયાવચ્ચનો રસ તેમનામાં જોરદાર હતો. પગ-ચંપન કે માત્ર પરઠવવાનું કાર્ય પણ આનંદપૂર્વક કરતા. પર-સમુદાયના મહાત્માઓની પણ સેવા કરતા.
તે વખતે રાધનપુરમાં પૂ. દાનસૂરિજીની નિશ્રામાં ઉપધાન હતું. પૂ. દાનસૂરિજીને ચે. સુદ-૧૪નો આચાર્ય પદ માટે દિવસ સુંદર લાગ્યો. કમળશીભાઈ (રાધનપુરના પીઢ શ્રાવક)ને પૂ. દાનસૂરિજીએ આ વાત કરી. પણ પ્રેમવિજયજીને સમજાવવા કેમ ? તે સમસ્યા હતી. કમળશીભાઈએ બીડું ઝડપ્યું. પાટણ
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
* *
* *
* * * * * * *
૩૧૦