Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
on
પૂ. પ્રેમસૂરિજીની સંયમ શતાબ્દી છે. દીક્ષા જ ખરેખરો જન્મ છે, આધ્યાત્મિક જન્મ છે.
ઘરના મુખ્ય વ્યક્તિ ચાલ્યા જાય, પાછા ન ફરે તો મન કેવું વ્યાકુળ રહે ? આપણો આત્મા આજે પોતાના ઘરથી બહાર ચાલ્યો ગયો છે. અંદર હાલત કેવી થઈ હશે ?
ચેતના-શક્તિ આજે બહાર ભટકી રહી છે.
ચારિત્ર એનું નામ જે એ ચેતનાની શક્તિને અંદર લઈ જાય.
ચારિત્ર માનવને જ મળે. પાંચેય પરમેષ્ઠીમાં એકેય પરમેષ્ઠી ચારિત્ર-રહિત નથી. માટે જ પાંચેય પરમેષ્ઠી માનવ વિના બની શકતા નથી.
આવા ચારિત્રને સ્વ-જીવનમાં વણવું અઘરું છે તો અન્યોમાં વણવું તો અતિ અઘરું છે. આ અઘરું કામ પૂ. પ્રેમસૂરિજીએ સ્વ-જીવનમાં કરી બતાવ્યું છે.
ભગવાન અને ભગવાનના શાસન પ્રત્યે એમને પ્રગાઢ પ્રેમ હતો.
જે પૂ. રામચન્દ્રસૂરિજીના જૈન પ્રવચનો વાંચીને મને વૈરાગ્ય થયેલો. તે પૂ. રામચન્દ્રસૂરિજીને પણ આવા તૈયાર કરનાર પૂ. પ્રેમસૂરિજી હતા.
પાટ પર બેસીને ભલે પૂ. પ્રેમસૂરિજી બોલતા નહિ, પણ નીચે તો ભલભલાને મુંડી નાખે. ભલે કોલેજ ભણીને આવ્યો કે ગમે ત્યાં ભણીને આવ્યો હોય.
વિ.સં. ૨૦૧૪માં ચડવાલ સંઘ વખતે પૂ. પ્રેમસૂરિજીના દર્શન પહેલીવાર થયેલા. ત્યારે બધા પદસ્થો સાથે હતા. અમે પણ સંઘમાં સાથે જોડાઈ ગયા. પછી એ ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં સાથે રહ્યા.
આ માટે પૂ. કનકસૂરિજીએ સપ્રેમ અનુમતિ આપી. પાંચ ઠાણા અમે અલગ સમુદાયના હોવા છતાં કોઈને ખબર ન પડે કે અલગ સમુદાય હશે.
ત્યારે પૂ. પ્રેમસૂરિજીએ પ્રેમના પાઠ શીખવ્યા, પ્રેમની ગંગામાં સ્નાન કરાવ્યું, પૂ. પ્રેમસૂરિજી પછી પૂ.પં. ભદ્રકર
*
*
*
*
*
*
*
*
* *
* * ૩૧૩