Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વિજયજી મ. ને પકડ્યા. ત્રણ ચાતુર્માસ તેમની સાથે રહ્યા.
શિષ્યોને તૈયાર કરવાની એમની કળા શીખવા જેવી છે. શિષ્યોને તૈયાર કરવા તેઓ સ્વયં બાધા લેતા : તું ૪૫ આગમ ન વાંચે તો મારે દૂધનો ત્યાગ !
પેલો શિષ્ય એમના વાત્સલ્યથી ન ભીંજાય તો જ નવાઈ !
બોલવા કરતાં જીવન જ બોધપ્રદ બને છે ! એ એમના જીવનથી જાણવા મળે છે. બોલશો તો એકાદ કલાક જ, પણ તમારું જીવન નિર્મળ હશે તો ૨૪ કલાક અન્યોને પ્રેરણા મળતી જ રહેવાની.
નિર્મળ જીવનથી તેઓ સતત પ્રેરણા આપતા જ રહેતા.
આથી જ મુનિપણામાં રહેલો મુનિ વ્યાખ્યાનાદિ ન આપે તો પણ જગતનું યોગક્ષેમ કરતો રહે છે.
આવા મુનિના પ્રભાવથી જ જંબૂદ્વીપથી ડબ્બલ મોટો હોવા છતાં લવણ સમુદ્ર તેને ડૂબાડતો નથી.
આપણે સૌ એમના જેવા આરાધક બનીએ એ જ શુભેચ્છા.
પૂ. યશોવિજયસૂરિજી :
- સ્વનામ ધન્ય મહાયોગિવર્ય પૂ.આ.વિ. પ્રેમસૂરિજી મ. આપણા યુગના અનન્યતમ સાધક હતા. એમની સાધનાને શબ્દોમાં બાંધી ન શકું. મારા વંદન કરી એમને શિલ્પી તરીકે વર્ણવીશ.
એક શિલ્પીને કોઈએ પૂછ્યું : અજોડ શિલ્પ શી રીતે બનાવ્યું ? શિલ્પીએ કહ્યું : “શિલ્પ તો અંદર હતું જ. માત્ર બિનજરૂરી ભાગ મેં કાઢી નાખ્યો.
પૂ. પ્રેમસૂરિજી પાસે આવેલા કોઈપણ સાધકનું હીર પારખી તેના બિનજરૂરી ભાગ કાઢી નાખી સશક્ત શિલ્પ તૈયાર કરતા.
શિલ્પી તરીકે તેઓશ્રી અજોડ હતા. એમણે જેવા શિષ્યો આપ્યા છે, તેવા કોઈએ નથી આપ્યા.
બાલમુનિને ચોકલેટનું પ્રલોભન પણ આપતા. પૂ.
૩૧૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* કહે,