Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રચયિતા છે : પૂ.આ.શ્રી વિજય જગવલ્લભસૂરિજી મહારાજ. શાસન પ્રભાવકતા સાથે કવિત્વ-શક્તિ પણ પૂજયશ્રીને વરી છે. જે વિરલ વ્યક્તિને જ મળે છે.
પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરિજીને મેં જોયા નથી, પણ સાંભળ્યા જરૂર છે. અનંતર કે પરંપર એ પૂજ્યશ્રીનો પણ અમારા પર ઉપકાર છે.
અમારા પૂ. ગુરુદેવ (પૂ.આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજ)ને રાજનાંદગાંવ (M.P) માં પૂ. રૂપવિજયજી મ. પાસે આવતા જૈન પ્રવચનો વાંચીને વૈરાગ્ય થયેલો. જૈન પ્રવચનોના દેશક પૂ. રામચન્દ્રસૂરિજીને તૈયાર કરનાર પૂ. પ્રેમસૂરિજી જ હતા. એ રીતે પૂજ્યશ્રીનો અમારા પર પણ ઉપકાર છે.
તમારી પાસે કદાચ તમારી સાત પેઢીની પણ યાદી નહિ હોય. અમારી પાસે ભગવાન મહાવીરસ્વામીથી માંડીને અત્યાર સુધીની પૂરી પરંપરા છે.
પૂજ્યશ્રી સુધર્માસ્વામીની ૭૬મી પાટે આવેલા છે.
પિંડવાડાની પાસે નાદિયાની પુયધરા પ૨ વિ.સં. ૧૯૪૦, ફા.સુ. ૧૫ના દિવસે પૂજયશ્રીનો જન્મ થયેલો. પૂર્ણિમાના દિવસે ઘણા મહાપુરુષોનો જન્મ થયેલો છે.
કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીનો કા.સુ. ૧૫, શ્રીમદ્ રાજચન્દ્ર. તેમજ નાનકનો પણ કા.સુ. ૧૫, બુદ્ધનો વૈ.સુ. ૧૫ના દિવસે થયેલો. | અમાવસ્યાના દિવસે સૂર્ય અને ચન્દ્ર સાથે હોય છે. અમા” એટલે “સાથે”. “વસ્યા” એટલે “વાસ'. સૂર્ય-ચન્દ્રનો સાથે વાસ હોય તે “અમાવસ્યા' કહેવાય. પૂર્ણિમાના દિવસે એનાથી વિપરીત સ્થિતિ હોય છે. એટલે કે સૂર્ય અને ચન્દ્ર સામસામે હોય છે. પૂર્ણિમાના દિવસે જન્મેલા મોટાભાગે ભીમકાન્ત ગુણયુક્ત નેતૃત્વ ગુણવાળા હોય છે. પૂજ્યશ્રીમાં આ બન્ને ગુણ હતા. આથી જ તેઓશ્રી ૨૫૦ જેટલા શ્રમણવંદનું સફળ નેતૃત્વ કરી શક્યા છે.
જયાં જયાં વિચર્યા છે ત્યાં ત્યાં પૂજયશ્રીએ ચારિત્રની
૩૧૦
#
#
#
#
#
#
#
#
#
#
#
;