Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એ કેટલું કમભાગ્ય હશે ? આપણે તો આપણી વૃત્તિઓને જાણીએ છીએને ? સવારથી સાંજ સુધી આપણી વૃત્તિઓ કેવી ? તેનો ખ્યાલ આપણને ન આવે ? ભગવાન અને આપણી જાત – બે જ આપણું બધું જાણી શકે.
છે ભગવાન મોક્ષ આપવા તૈયાર છે. તમારે માત્ર યાચના કરવાની જરૂર છે.
ભોજન ભૂખ ભાંગવા તૈયાર છે. તમારે માત્ર ખાવાની ક્રિયા કરવાની જરૂર છે.
આપણે સ્વયં તૈયાર ન થઈએ તો ભગવાન શું કરે ? ખામી આપણી કે ભગવાનની ?
ગુરુના યોગથી જ પરમગુરુનો યોગ થશે. ગુરુ પર ભક્તિ બહુમાન વધે તેટલો તમને પરમ-ગુરુનો યોગ મળતો રહેશે. પંચસૂત્રકારે તો ત્યાં સુધી કહી દીધું : અર – વહુમાળો નોતરવો |
ગુરુ બહુમાનથી મોક્ષ મળે છે, એમ નથી કહેતા, પણ ગુરુ ગુરુબહુમાન સ્વયં જ મોક્ષ છે, એમ કહે છે.
- આજે વાચના રાખવી ન્હોતી, પણ વાસક્ષેપ વગેરેમાં, લોકોની ભીડમાં જ સમય પસાર થાય તે કરતાં વાચના શું ખોટી ?
તમારે ન જોઈતું હોય, પણ મારે તમને આપવું છે ને ?
આધોઈમાં પ્રથમ ઉપધાન વખતે લોકોને ગુલાબજાંબુ પસંદ ન પડ્યા. (ક્યારેય જોયા-ચાખ્યા ન્હોતા) પણ પરાણે ખવડાવ્યા ત્યારે ઠેકાણું પડ્યું. મારે પણ આમ કરવું પડે છે.
રાગ-દ્વેષ આદિ તમને જૂના દોસ્તો લાગતા હોય, તાત્કાલિક છોડી શકો તેમ ન હો તો પણ આ છોડવા જેવા છે, એટલું તો જરૂર સ્વીકારજો.
ભગવાન જેવી વીતરાગતા ભલે ન મળે પણ રાગ-દ્વેષની કિંઈક મંદતા તો આવવી જ જોઈએ. આ જ સાધનાનું ફળ છે. ગમા-અણગમાના પ્રસંગમાં મગજ સમતુલા ન ગુમાવે ત્યારે સમજવું : રાગ-દ્વેષમાં કંઈક મંદતા આવી છે.
છજીવ નિકાય સાથે ક્ષમાપના કરનારા આપણે
*
*
*
*
*
=
*
*
*
* * ૩૦૦