Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરે તેટલી અનુમોદના કરો.
કોઈએ પૂરી આલોચના ન લીધી હોય તો વિચારવું : આટલી તો લીધી ! જેટલી લીધી તેટલી તો શુદ્ધિ થશે ! પણ તેના પર ગુસ્સે નહિ થવું. તેને અન્ય દૃષ્ટાંતો દ્વારા પૂર્ણ આલોચના લેવા પ્રેરિત કરવો. | (૨૯) વૃદ્ધાઓ યોદયા !
આખું જગત અજ્ઞાન-નિદ્રામાં પોઢેલું હોય ત્યારે ભગવાન એને ઢંઢોળે છે, જગાડે છે. સ્વયં જાગી ગયેલો માણસ સ્વાભાવિક રીતે જ બીજાને જગાડવા પ્રયત્ન કરે. ભગવાન સ્વયં જાગી ગયેલા છે. ને બીજાને પણ જગાડનારા છે.
ભગવાન તો આપણા માતા-પિતા, બંધુ, નેતા વગેરે બધું જ છે. એ ન જગાડે તો બીજા કોણ જગાડે ?
પણ આપણે ભગવાનને પારકા માનીએ છીએ. એટલે જ ફુરસદના સમયે જ ભગવાનને સમરીએ છીએને ? ભગવાન સર્વસ્વ છે, એવું કદી લાગ્યું ? સર્વસ્વ લાગે તો ભગવાન વિના એક ક્ષણ પણ રહી શકાય ?
(૩૦) મુત્તા મોકIIT |
ભગવાન કર્મોના બંધનથી મુક્ત બનેલા છે. બીજાને પણ મુક્ત બનાવનારા છે.
કર્મનું સતત બંધન કરનારા આપણને છુટકારો ગમે છે કે નહિ ? એ પણ સવાલ છે. છુટકારો ગમતો હોય તો કર્મનું બંધન શી રીતે ગમે ? જે જે પ્રવૃત્તિથી કર્મ બંધન થતું હોય તે તે પ્રવૃત્તિ શા માટે ન અટકે ?
સાર માત્ર આટલો જ છે : જે પ્રવૃત્તિથી કર્મ બંધન થાય, તે ન કરવી.
માષતુષ મુનિને માત્ર આટલું જ શીખવવામાં આવેલું : રોષ-તોષ ન કરવો. કોઈ પ્રશંસા કરે તો રાજી ન થવું. નિંદા કરે તો નારાજ ન થવું. આટલા જ્ઞાનને ભાવિત બનાવ્યું તો કેવળજ્ઞાન મેળવી લીધું.
થોડું જ્ઞાન હોય તે ચાલે, પણ તે ભાવિત બનેલું હોવું જોઈએ. હું એટલે જ ઘણા જ્ઞાન પર ભાર નથી મૂકતો, એને
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૯૯