Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પર બહુમાન ધરાવીએ તો પણ કામ થઈ જાય. કેટલી દુર્લભ સામગ્રી મળી છે આપણને ?
માનવ-અવતાર, ધર્મ-શ્રવણ, ધર્મ-શ્રદ્ધા અને ધર્મનું આચરણ - આ ચારને ભગવાન મહાવીર દેવે સ્વયં દુર્લભ બતાવ્યા છે. આપણને એ દુર્લભ લાગે છે ?
ભગવાન સારા છે, એમ તો લાગ્યું, પણ ભગવાન મારા છે, એવું લાગ્યું ? ભગવાન જગતના તો છે, પણ મારે શું લેવા-દેવા ? ભગવાન મારા લાગવા જોઈએ. જગતના જીવો પોતાના લાગવા જોઈએ. ભગવાન મારા ન લાગે ત્યાં સુધી પ્રેમ ઉત્પન્ન ન થાય.
શરીર, ઈન્દ્રિય, પરિવાર, ધન, મકાન વગેરે મારા લાગે છે, પણ ભગવાન મારા છે, એમ કદી લાગે છે ?
શરીર આદિ તો અહીં જ રહેવાના. છેલ્લી ઘડીએ આ બધા જ કહી દેવાના : હવે અમે તમારી સાથે નથી આવવાના. તમે તમારા માર્ગે પધારો ! અલવિદા ! જેની સાથે પાંચપચીસ વર્ષો સુધી રહેવાનું હોય તેની સાથે દોસ્તી કરવી અને સદાકાળ રહેનાર સાથે ઉપેક્ષાપૂર્વક વર્તવું, એ કેવી વાત ?
(૩૧) અવશ્vi Rવરિલvi | આ વિશેષણથી સાંખ્ય મતનું નિરસન થયું છે. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી છે.
કર્મના વાદળનું આવરણ ખસતાં આત્મા ચન્દ્રની જેમ પ્રકાશી ઊઠે છે. એ સર્વનો જ્ઞાતા અને સર્વનો દ્રષ્ટા બને છે.
૦ જ્ઞાનાદિ ગુણો જીવથી ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. લક્ષણ, સંખ્યા, પ્રયોજન અને નામથી ગુણો ભિન્ન છે. ગુણ-ગુણીના અભેદથી અભિન્ન પણ છે.
આપણે બારી-બારણા વગેરે બંધ કરીને બેઠા છીએ. ક્યાંયથી આત્મારૂપી ચન્દ્રનો પ્રકાશ આવી ન જાય. જ્ઞાનીઓ કહે છે : બારણું ઊઘાડો. બારણું ઊઘાડવું એટલે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે આદર કરવો. જ્ઞાની પ્રત્યેનો આદર વધે એટલે જ્ઞાન આવે જ. એટલે જ કહ્યું છે : ૩૦૨ * * * * * * * * * - * * * * કહે, કલાપૂર્ણસૂરિ
* * * # ૨