Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જિમ જિમ અરિહા સેવીયે રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.’
. પં. વીરવિજયજી. આ તો ભગવાન કે ગુરુના દર્શન વિના પચ્ચક્ખાણ પારી શકાય તેમ નથી, માટે ભગવાનના દર્શન કરીએ છીએ અને ગુરુના વંદન કરીએ છીએ, એ નિયમ ન હોત તો આપણે દર્શન કરત કે કેમ એ પણ સવાલ છે.
ક્રોધની જેમ વિષયની લગની પણ આગ છે. ક્રોધ દેખાય છે, વિષયની આગ દેખાતી નથી એટલો ફરક. વિષયની આગ વીજળીના શોર્ટ જેવી છે. દેખાય નહિ પણ અંદરથી બાળી નાખે.
ભગવાનના ગુણોના ધ્યાનથી જ વિષયની આગ શમે. ‘વિષય-લગન કી અગિન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણ-૨સકી, કુણ કંચન કુણ દારા ?' પૂ. ઉપા. યશોવિજયજી. ભગવાન સ્વયં કહે છે : मत्तः अन्ये, मदर्थाश्च
મુળાઃ ।
ગુણો મારાથી અન્ય છે અને મારાથી અનન્ય પણ છે. હું જ છું સાધ્ય જેનો એવા ગુણો છે. ગુણવૃત્તિથી અલગ ઐકાન્તિક કોઈ મારી પ્રવૃત્તિ નથી.
ગુણ, લક્ષણ આદિથી ભિન્ન છે.
દા.ત. ગુણનું લક્ષણ જુદું છે. મારું (આત્માનું) લક્ષણ જુદું છે.
સંખ્યા : દ્રવ્ય એક છે. ગુણો અનેક છે.
ફળભેદ : દ્રવ્યનું કાર્ય અલગ છે. ગુણોનું કાર્ય અલગ
છે.
નામ : દ્રવ્યનું નામ જુદું છે. ગુણોના નામ જુદા છે. આ બધી દૃષ્ટિએ ગુણો મારાથી જુદા છે. પણ બીજી દૃષ્ટિએ ગુણો અને હું એક પણ છીએ.
કારણ કે ગુણોનો પણ આખરે સાધ્ય હું છું. ગુણો, ગુણી વિના ક્યાંય રહી શકતા નથી.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
** 303