Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાવિત બનાવવા પર ભાર મૂકું છું.
એક ભગવાનને પકડી લો. એ ભગવાન તમને જીતાડી આપશે, તારી આપશે, જગાડી આપશે અને છોડાવી આપશે.
જે કોઈપણ ભગવાનને શરણે જાય, તેમના માટે આમ કરવા ભગવાન બંધાયેલા છે. કારણકે ભગવાન “સ્વતુલ્યપદવીપ્રદ છે.
આપના તરફથી મોકલાવેલ પુસ્તક કહે છે કલાપૂર્ણસૂરિ મળી ગયેલ છે. આપે એ પુસ્તક મોકલાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા વખતથી પુસ્તક મેળવવા પ્રયત્ન કરતા હતા, પણ પ્રાપ્ત નહોતું થતું, જે આપની કૃપાથી અમોને મલી ગયું છે.
- મહાસતી
રાજકોટ
કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકના કરીબ ૧૭૫ પેજ વાંચ્યા છે, પણ... એમાંથી ખૂબ જાણવાનું મળે છે, જાણેલા ઉપરની શ્રદ્ધા વધે છે, ભક્તિનો ઉમંગ જાગે છે. થોડું-થોડું વાંચી, એના ઉપર વિચાર કરી, બરાબર સમજી, જીવનમાં ઉતારવાની કોશીશ કરું છું. આપશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર.
- રાયચંદ
બેંગ્લોર
૩૦૦
કહે, કલાપૂર્ણસૂરિ-૪