Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઘટતો નથી. ભગવાન પણ દીપક છે. સ્વયં રાગ-દ્વેષાદિના જીતનારા છે, અન્યને પણ જીતાડનારા છે.
(૨૮) તિUUUi તારયાઈi .
ભગવાન સ્વયં સંસાર તરેલા છે. એમના આશ્રિતને પણ તારનારા છે. જહાજ માત્ર સ્વયં તરતું નથી, બીજાને તારે પણ
ભગવાને આ સંસાર સમુદ્રમાં નાની નૌકાઓ (દશવિરતિની) પણ મૂકી છે, પણ શરત એટલી : નૌકાઓ " દ્વારા આખરે મોટી સ્ટીમર પકડી લેવી.
ચાલનારો પડી જાય તો કોઈ તેને ઊઠાડનારો મળશે જ. પડી જવાના ભયથી કોઈ ચાલવાનું બંધ કરતું નથી.
સાધનામાં પડી જઈશું તો શું થશે ? એમ વિચારીને સાધના શરૂ કરવાનું બંધ કરી દઈએ તે કેમ ચાલે ?
ચંડકોસિયા જેવાને પણ ભગવાન તારવા આવતા હોય તો આપણને તારવા ન આવે ?
ભગવાન આપણને સદા તારવા ઈચ્છે જ છે, પણ મુશ્કેલી આ જ છે : આપણે જ કરવા ઈચ્છતા નથી. આપણે જ નિઃશંક બનીને ભગવાનને પકડતા નથી.
ઉર્દુ, આપણે આપણા તારનારને આપણી તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અગ્નિમાં કે કૂવામાં પડી ગયેલો માણસ પોતાને ખેંચનારને મદદ તો ન કરે, પણ પ્રત્યુત પોતાના બચાવનારને ખેંચવા પ્રયત્ન કરતો હોય તો શું સમજવું?
(પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી પધાર્યા.) મુનિ ભાગ્યેશવિજયજી : ઊઠાડવા આવ્યા. પૂજ્યશ્રી : ઊઠાડવા નહિ, સાર સાંભળવા આવ્યા. પૂ.પં. ભદ્રંકર વિ.મ. પાસેથી આવું ઘણું શીખવા મળ્યું. કોઈ પણ ઘટનામાંથી તેઓશ્રી સારું જ ગ્રહણ કરતા.
આડા-અવળા લીટા કરતા બાળકને ઠપકો આપવા કરતાં એકડો લખીને બતાવો, એટલે પત્યું. એ શીખી જશે. એ જેટલું
૨૯૮
ઝ
*
*
*
*
*
*
*
*
*
* * * કહે, કલાપૂર્ણસૂરિ-૪