Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભગવાનની આટલી જ આજ્ઞા છે : જે જે પ્રવૃત્તિથી કર્મબંધન થાય તે તે કાર્ય કદી કરતા નહિ. જે પ્રવૃત્તિથી કર્મ તૂટતા રહે છે તે કાર્ય કરતાં કદી અટકતા નહિ.
પરભાવમાં ગયા એટલે કર્મ બંધન થયું જ સમજો. સ્વભાવમાં ગયા એટલે કર્મ બંધન અટક્યું જ સમજો.
એ માટે જ્ઞાનસિદ્ધ બનવું પડશે. પુદ્ગલો વચ્ચે રહેવા છતાં જ્ઞાનસિદ્ધ કર્મોથી લપાતો નથી. સ્વાર્થરૂપી કાજળના ઘર જેવા સંસારમાં રહેલા સર્વ જીવો લેપાય છે, પણ જ્ઞાનસિદ્ધ લેપાતો નથી. 'लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ।
- જ્ઞાનસાર. પણ આ બધું શીખતાં પહેલા વ્યવહારમાં નિષ્ણાત થવું પડશે. જો સીધા આ દૃષ્ટિકોણ અપનાવવા ગયા તો કાનજીના મતના અનુયાયીઓ જેવી હાલત થાય, જેમણે પૂજા-પ્રતિક્રમણ આદિ બધું છોડી દીધું છે.
સાધનાના માર્ગમાં ક્રમશઃ આગળ વધો તો જ મંઝિલે પહોંચાય. પાયા વિનાની ઈમારત ચણવા જાવ તો ક... ક... ડ... ભૂસ થઈને જ રહેશે.
પુસ્તક વાંચતાં આંખો ને હૈયું રડી ઊઠે છે, દિલ દ્રવી ઊઠે છે. એક રોમમાં આનંદની લહેર દોડી ઊઠે છે. આ પુસ્તકના લાભો પૂર્ણ રીતે કહેવાની શક્તિ નથી, પરંતુ અમારા જીવનમાં એક ગુણ પણ આવશે તો પણ બેડો પાર થઈ જશે.
- સ. દેવાનંદાશ્રી
૨૧૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*