Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તમને પ્રતિદિન ખૂટતું માર્ગદર્શન આપ્યા જ કરે. ક્યારેક ગુરુ દ્વારા આપે, ક્યારેક પુસ્તક દ્વારા, ક્યારેક કોઈ ઘટના દ્વારા કે ક્યારેક સ્વપ્ર દ્વારા પણ ભગવાન માર્ગ-દર્શન આપે. ભગવાન અનેકરૂપે આવે છે.
(૨૫) અખંડિયેવરના વંસપથરાઈ .
ભગવાન પાસે અપ્રતિહત દર્શન જ્ઞાન ન હોય તો આટલા વિશાળ ક્લક પર ઉપકાર ન થઈ શકે. સર્વજ્ઞતા વિના સામેના આશય ભૂમિકાઓ વગેરે જણાય નહિ. એ વિના પૂર્ણરૂપે ઉપકાર થઈ શકે નહિ.
કેટલાક એવા પણ જિજ્ઞાસુઓ હોય છે, જેઓ આવે જિજ્ઞાસુનો દેખાવ કરીને, પણ ખરેખર તો એ જણાવવા જ આવે : અમે પણ સાધક છીએ. અમે સાધના કરીએ છીએ. અમે પણ જાણીએ છીએ.
પૂ.પં. ભદ્રંકર વિ.મ. પાસે આવા પણ ઘણા સાધકો આવતા. પણ પૂ.પં. ભદ્રંકર વિ.મ. પોતાના સ્વભાવ પ્રમાણે એમનું બધું સાંભળી લેતા. પહેલા સામેવાળાને સંપૂર્ણ ખાલી કરીને પછી જ પોતે યોગ્ય લાગે તે બોલતા.
રાતા મહાવીર તીર્થમાં ઉપધાન માળ વખતે (વિ.સં. ૨૦૩૨) એક મિનિસ્ટર સભામાં જરા આડું-અવળું બોલેલા. મને તે જ વખતે પ્રતિવાદ કરવાનું મન થયું, પણ વડીલોની હાજરીમાં તો કાંઈ બોલાય નહિ. પછી મેં પૂ.પં. ભદ્રંકર વિ.મ.ને પૂછ્યું : આપણા તરફથી કેમ કાંઈ જવાબ નહિ ?
“એના વિચારો હતા તે તેણે જણાવ્યા. એ સ્વીકારવા આપણે કાંઈ બંધાયેલા નથી. એમની વાત સમજે, એવા સભામાં કેટલા હતા ? હવે જો વિરોધ કરીએ તો એમની જ વાત વધુ મજબૂત બને. પહેલા કદાચ બે જણા જાણતા હોય. વિરોધ કરીએ તો બધા જ જાણતા થઈ જાય. આપણે જ વિરોધ દ્વારા એની વાતને મજબૂત શા માટે બનાવવી ?' પૂ.પં. ભદ્રંકર વિ.મહારાજે મને આ જવાબ ત્યારે આપેલો.
આજે પણ આ જવાબ મને બરાબર યાદ છે. એમની આ નીતિ હું પણ અપનાવું છું. ૨૯૨ = = = = = = = = = * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ
= = = =