Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કા. સુદ-૧૧ ૭-૧૧- ૨000, મંગળવાર
પુસ્તક, ઘટતા, સ્વપ્ન - વગેરે અનેકરૂપે ભગવાન !
તમને માર્ગદર્શન આપવા આવી પહોંચે છે. -
༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤
“મોક્ષના કર્તા ભગવાન છે.” – એમ માનશો તો જ સાધનાનું પ્રથમ ચરણ શરૂ થશે.
‘ભગવાન વિશ્વના કર્તા છે.” એ વાત આપણે નથી સ્વીકારતા, કારણ કે એ ઘટતી નથી, પણ સાધનાના ક્ષેત્રે તો ભગવાનનું કર્તુત્વ સ્વીકારવું જ પડશે. એ માટે જ આ લલિતવિસ્તરા ગ્રન્થ છે.
આ સ્વીકાર્યા વિના આપણી તથાભવ્યતા પાકે તેમ નથી. જો કે, એમ પણ કહી શકાય : તથાભવ્યતાનો પરિપાક થયો હોય અથવા થવાનો હોય તેને જ ભગવાનનું શરણું સ્વીકારવાનું મન થાય.
તમે જ્યારે ભગવાનને પૂર્ણરૂપે સમર્પિત થાવ ત્યારે ભગવાન તમારી સંપૂર્ણ જવાબદારી સંભાળી લે.
*
*
*
*
*
*
*
*
*
* *
૨૯૧