Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રામચન્દ્રસૂરિજી મ. વાંચતા વાંચીને ડોલી ઊઠતા : વાહ ! કેવું અદ્ભુત લખ્યું છે ?
પૂ. ભદ્રગુપ્તસૂરિજી માટે આથી અધિક બીજું કયું પ્રમાણપત્ર હોઈ શકે ?
પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી :
એક વખત પૂજયશ્રીની વાચના સાંભળવા મળી. મારી આદત પ્રમાણે હું એમના મુખમાંથી નીકળતા શબ્દોની પાછળ અશબ્દ અવસ્થાને જોઈ રહ્યો. શબ્દો તો એક બહાનું છે, એક માધ્યમ છે; તમને મળવાનું. શબ્દોના ઉપયોગ વિના મહાપુરુષો તમને શી રીતે મળી શકે ?
પૂજ્યશ્રીના ઘડવૈયા પૂ. પ્રેમસૂરિજી. પૂ. પ્રેમસૂરિજી એક અચ્છા શિલ્પી હતા. એમણે અનેક શિલ્પોનું (મુનિઓનું) સર્જન કર્યું.
ગાંધીજી માટે હું ઘણીવાર કહું છું : ગાંધીજી સ્વયં એટલા વિદ્વાન ન હતા, પણ એમના અનુયાયીઓ એમનાથી પણ વધુ વિદ્વાન હતા. છતાં એ બધા વિદ્વાનોને તેમણે એક સાંકળે બાંધી લીધા.
પૂ. પ્રેમસૂરિજીને ગાંધીજી સાથે આ અપેક્ષાએ સરખાવી શકાય. એમણે જ્યાં જ્યાં શક્તિઓ જોઈ તે સૌને ખેંચી લીધા. ભિન્ન-ભિન્ન શક્તિઓ ધરાવતા કેટલા મહાત્માઓને તેમણે તૈયાર કર્યા ? સાચે જ તેઓ ઉત્કૃષ્ટ શિલ્પી હતા. એમના અનેક શિલ્પોમાંનું એક નમૂનેદાર શિલ્પ તે પૂ. ભદ્રગુપ્તસૂરિજી.
પૂ. પ્રેમસૂરિજી એક વાતમાં ખાસ આગ્રહી રહ્યા : જીવન નિર્મળ જ હોવું જોઈએ. જીવનની ચાદરમાં કોઈ ડાઘ લાગી જાય, તે તેઓ ચલાવી લેતા નહિ.
આથી જ એમના સમુદાયમાં વિશુદ્ધ સંયમી મહાત્માઓની શ્રેણિ તૈયાર થઈ શકી.
પૂ. ભદ્રગુપ્તસૂરિજીને આજે તમે ભાવાંજલિ આપવા એકઠા થયા છો. તો આ નિમિત્તે શું કરશો ? એમના પુસ્તકો અવશ્ય વાંચજો. કદાચ બધા ન વાંચી શકો એમણે છેલ્લી માંદગીમાં લખેલા સુલસા, લય-વિલય, શોધ-પ્રતિશોધ વગેરે
કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
* * * * * *
* * *
* * * ૨૮૯