Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પુસ્તકો તો ખાસ વાંચજો. એ એમનું ઉત્કૃષ્ટ સર્જન છે. દલપત સી. શાહ (અધ્યાપક)
પૂજ્યશ્રીની સાથે મારે ઘણી વખત રહેવાનું થયું છે. ખાસ કરીને શિબિર-સંચાલક તરીકે રહ્યો છું. બાળકો પર કઈ રીતે અનુશાસન કરવું ? તે હું એમની પાસેથી શીખ્યો છું. એમની પાસે ટીચિંગ-પાવર હતો. વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવા ? તે કળા હું તેમની પાસેથી શીખ્યો છું.
તેઓ કેટલા નિઃસ્પૃહ હતા ? એ પણ જાણવા જેવું છે. મૃત્યુથી પૂર્વે તેમણે કહ્યું હતું : આજે એવો રિવાજ થઈ ગયો છે, જેની વધુ ઊંચી બોલી બોલાય તે મહાન. મારી પાછળ આવી કોઈ બોલી બોલશો નહિ. મારા શબનું કોઈ વિશિષ્ટ જગ્યાએ નહિ, પણ સામાન્ય જગ્યાએ જ દહન કરશો. મારી પાછળ કોઈ સ્મારક, કોઈ મૂર્તિ કે મંદિર વગેરે બનાવશો નહિ.
આવી નિઃસ્પૃહતા બહુ ઓછી જોવા મળે !
૨૯૦
‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક મળી ગયું છે. પૂજ્યપાદશ્રીએ વાંકી તીમાં આપેલી વાચનાને વાંચતા ખરેખર ! પૂજ્યશ્રીના રગેરગમાં પ્રભુભક્તિ વણાયેલી જણાઈ આવે છે. તેમ જ સંયમ-જીવનમાં પણ જીવન જીવવાની કળા અને નવી નવી પ્રેરણાઓ મળે છે. ખૂબ જ રસપ્રદ આ પુસ્તક છે.
સાધ્વી પુણ્યરેખાશ્રી
સુરત
-
* કહે, કલાપૂર્ણસૂરિ-૪