Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જીવાસ્તિકાયમાં એક જીવનો એક પ્રદેશ પણ ઓછો હોય તો તે જીવાસ્તિકાય ન જ કહેવાય. એમાં આપણે પણ આવી જ ગયાને ?
આ લક્ષણોથી કોઈ જડ બહાર જાય ?
પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આપણે પણ ક્યાં ઉલ્લંઘન કરીએ છીએ ?
પૂજ્યશ્રી ઃ ભગવાને જીવો સાથે મૈત્રી કરવાનું કહ્યું, આપણે નથી કરતા, આ ઉલ્લંઘન ન કહેવાય ?
પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આપે એંગલ બદલ્યો. - પૂજ્યશ્રી ઃ બદલવો જ પડેને ? એ રીતે લઈએ તો જ સાધનામાં ગતિ આવે.
ભગવાનના મનોવર્ગણાના પુદ્ગલો ઠેઠ અનુત્તર વિમાન સુધી પહોંચી શકતા હોય તો આપણા સુધી ન પહોંચે, એવું કોણે કહ્યું ?
બીજા માટે શુભ ભાવ ભાવો. અવશ્ય અસર થશે જ. માત્ર બોલીને જ બીજો સુધરે છે, એવું નથી, મનથી પણ સુધરી શકે છે, એ સમજવું રહ્યું. | સરોવર પાસે જતાં શીતલતાનો અનુભવ થાય, તેમ સંતો પાસે શીતલતાનો અનુભવ થાય છે, તેનું કારણ એમના હૃદયનો શુભ ભાવ જ છે.
આ પુસ્તક વાંચતાં ચિત્ત પ્રસન્ન બન્યું છે. મને જે નાની-નાની બાબતમાં ઓછું આવી જતું હતું. અભિમાન આદિના કારણે બેલેટ-ગો’ કરી શકતી ન હતી. એવા મારા અંતરંગ દોષો ઓછા થતા દેખાય
છે.
- સા. હંસગુણાશ્રી
*
*
*
*
*
*
*
*
*
*
*
* * ૨૮૩