Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણી જાતને પૂર્ણરૂપે નથી જોતા. અંદર મિથ્યાત્વ બેઠું છે ને?
ઉપાશ્રય, શિષ્યો, ભક્તો, બોક્ષ વગેરે મારા એવું લાગે છે, પણ જ્ઞાનાદિ મારા છે, એવું લાગે છે ?
ભક્ત આદિથી લાગતી પૂર્ણતા ઊછીના ઘરેણા જેવી છે. જ્ઞાનાદિની પૂર્ણતા આપણી પોતાની છે, એ ભૂલશો નહિ.
જેમની પૂર્ણતા પ્રગટેલી છે, તેનું બહુમાન કરતા રહો તો પણ કામ થઈ જાય. પણ અંદરથી માનો છો ? પૂર્ણતા જોવા અંદરની આંખ જોઈએ. મોટા-મોટા પંડિત પાસે પણ આવી આંખ નથી હોતી. પં. સુખલાલ જેવા મોટા ગજાના પંડિતને પણ ભગવાનની સર્વજ્ઞતામાં વિશ્વાસ ન્હોતો. ભગવાન અને ગુરુની કૃપા વિના સર્વજ્ઞતાનો પદાર્થ ન સમજાય.
હવે ગઈકાલની વાત કરું. પૂ. દેવચન્દ્રજીએ કહ્યું છે : જડ અને ચેતન બધા જ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છે. આગળ વધીને હું ત્યાં સુધી કહીશ : આપણા કરતાં પણ જડ પદાર્થો ભગવાનની આજ્ઞા વધુ પાળે છે.
દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; તાસ વિના જડ-ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી.' - પૂ. દેવચન્દ્રજી. સામ, દાન, દંડ અને ભેદ આ ચારથી રાજનીતિ ચાલે,
તેમ ભગવાનની આજ્ઞા પણ દ્રવ્યાદિ ચાર પ્રકારે છે.
દરેક દ્રવ્યની મર્યાદા : સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ અને સ્વ-ગુણમાં રહેવાનું. આનું કોઈ ઉલ્લંઘન કરી શકે ખરું ?
-
જીવાસ્તિકાય રૂપે આપણે સૌ એક છીએ. ‘ì આયા' વગેરે સૂત્રો આ જ રીતે ઘટે. ચેતનાની અપેક્ષાએ જીવનો એક ભેદ, આ એકતાને જણાવે છે.
જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત, ક્ષેત્રથી લોકવ્યાપી, કાળથી શાશ્વત, ભાવથી અવર્ણ, અગંધ અને અરૂપી છે. અરૂપી હોવા છતાં અસ્તિત્વ ધારણ કરે છે. માટે જ તે જીવાસ્તિકાય કહેવાય છે.
૨૮૨
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪