Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
'होउ मे एसा अणुमोअणा अरिहंताइसामत्थओ । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो ।'
- પંચસૂત્ર. અરિહંત આદિના પ્રભાવથી મારી આ અનુમોદના સફળ બનો. કારણ કે ભગવાન અચિન્ય શક્તિયુક્ત છે.”
5 વ્યવહારનય કહે છે : ગુરુ અને ભગવાન જ સંપૂર્ણ તારણહાર છે. એ વિના ભક્તિ નહિ જાગે.
સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુમાં પણ જે શક્તિ પ્રગટી છે અરિહંત ભગવાનના જ પ્રભાવે પ્રગટી છે.
* સાધનામાં સિદ્ધિ જોઈતી હોય તો નિરંતર કર્યા કરો. થોડીવાર કરો ને ફરી મૂકી દો તે ન ચાલે. સાધનામાં સાતત્ય જોઈએ.
સાધનાની લાઈન જોડાયેલી જોઈએ. રેલવે-પાટા જોડાયેલા ન હોય તો ગાડી જઈ શકે નહિ. આપણી સાધના પણ ખંડિત બનેલી હોય તો મુક્તિ સુધી નહિ જઈ શકે.
- સાધનામાં સાતત્ય નહિ હોય તો મોહરાજા એટલો ભોળો નથી કે આત્મ - સામ્રાજ્યનું સિંહાસન છોડી દે. સીટ છોડવી સહેલી થોડી છે ? એક કદાચ જતો રહે તો તેના સ્થાને બીજાને મૂકતો જાય, પોતાની પરંપરા ચાલુ રાખે. સીટ ખાલી ન જ કરે. આવા મોહ સામે મેદાને પડવું કાંઈ સહેલું નથી.
સાધનામાં જો અતિચારો લાગ્યા કરે તો અનુબંધનો તંતુ અખંડ ન રહે. માટે જ અહીં પંજિકાકારે લખ્યું : अतिचारोपहतस्य अनुबन्धाभावात् ।।
આ ચારિત્ર આ જીવનમાં તો મળ્યું, પણ હવે આગામી ભવોમાં તો જ મળશે, જો અનુબંધનો તંતુ જળવાઈ રહેશે.
ગુરુની હિતશિક્ષાથી જે જરાય વિચલિત ન બને, સંપૂર્ણ સમર્પિત રહે, તે જ ખરો શિષ્ય કહેવાય.
હેમચન્દ્રસૂરિજી જેવાએ તો ત્યાં સુધી કહ્યું : અમે કેવા જડ – બુદ્ધિવાળા પાક્યા કે અમને સમજાવવા ગુરુને વારંવાર વાચના આપીને શ્રમ કરવો પડે છે !
• આ વખતે જે કેટલાક પદાર્થો ખુલ્યા તેવા કદી
x
x
x
x
=
=
=
= =
૨પ૦