Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તમારી પાસે આવી જાય છે.
(૨૪) થHવરી મંતરવટ્ટvi |
ભગવાન ધર્મ ચક્રવર્તી છે. ચક્રવર્તીની આજ્ઞા તો છ ખંડમાં જ વર્તે, પણ ધર્મ ચક્રવર્તી ભગવાનની આજ્ઞા ત્રણેય ભુવનમાં પ્રવર્તે છે.
‘દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; તાસ વિના જડ-ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી.'
– પૂ. દેવચન્દ્રજી. પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી ? આ આજ્ઞા ક્યાં છે ? આ તો સ્વરૂપ છે.
- પૂજ્યશ્રી : મને ખબર છે, તમે પ્રશ્ન કરશો. પણ અમારા ભગવાન કવચ કરીને બેઠા છે. ભગવાનની આજ્ઞા ૪ પ્રકારે છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ. આ અંગે વિશેષ આવતી કાલે સમજાવીશ.
- નિક્ષેપ વસ્તુનું સ્વરૂપ અથવા વસ્તુનો પર્યાય છે. પર્યાય કદી વસ્તુથી જુદો ન હોય. પર્યાય વિના દ્રવ્ય ન હોઈ શકે.
નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ - ભગવાનના આ ચાર નિક્ષેપા છે. એટલે કે પર્યાય છે. ભગવાન સ્વયં પોતાના પર્યાયથી જોડાયેલા છે. અત્યારે ભગવાનના નામ, સ્થાપના અને દ્રવ્ય તો છે, પણ ભાવ તીર્થંકર અહીં સદેહે નથી. પણ મહાવિદેહમાં તો છે ને ? દેહથી ભલે અહીં નથી, પણ જ્ઞાનથી અહીં નથી ? કેવળજ્ઞાનથી ભગવાન ત્રિભુવનવ્યાપી છે, એવું સમજાય તો કોઈ ખરાબ કામ થઈ શકે ?
શ્રદ્ધા ચક્ષુ તો આપણી પાસે છે જ. એનાથી ભગવાન ન જોઈ શકાય ? પણ જોવાની તકલીફ જ કોણ લે ? જોઈએ ને વળી ભગવાન આડા આવે તો ?
યોગીઓ જે ભગવાનના દર્શન કરે છે તે આગમથી ભાવ તીર્થકર છે. આપણે આ બધું વાંચીએ છીએ, પણ વાંચીને મૂકી દઈએ છીએ. હૃદયમાં ભાવિત નથી કરતા.
સાચું કહું છું : ભગવાનને મળવાની આપણને તમન્ના જ
ઝ
*
*
*
*
*
*
*
*
*
* = ૨ ૧