Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કા. સુદ-૯ ૫-૧૧-૨૦૦૦, રવિવાર
તમે ધર્મ - માર્ગે આગળ વધો એટલે ભગવાન આપોઆપ સારથિ બનીને આવી જશે.
આત્મા સ્વભાવમાં રહે તો સુખી રહે. સ્વાભાવિક છે : માણસ પોતાના ઘેર સુખી રહે. તે શત્રુના ઘરે રહે તો શું થાય ?
જૈનશાસન પામીને આપણે આ જ જાણવાનું છે : મારું પોતાનું ઘર કયું ? અને શત્રુનું ઘર કયું ? “પિયા પર-ઘર મત જાવો.”
- ચિદાનંદજી કૃત પદ.
ઓ પ્રિયતમ ! પ૨-ઘરમાં મત જાવ. આપણા ઘેર શાની કમી છે કે તમે બીજે ઘેર જાવ છો ? બધી વાતે સુખ હોવા છતાં પર-ઘર જઈ શા માટે દુઃખી બનો છો ?' એમ ચેતના ચેતનને કહે છે.
ઘરમાં જે મળે તે હોટલમાં ક્યાંથી મળે ?
ચેતનને ચેતના સિવાય કોણ સમજાવી શકે ? ભગવાન અને ગુરુ
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * * * * * * * * * *
* * ૨૫૯