Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સર્વકાળમાં સર્વદા ઉપકાર કરી જ રહ્યું છે.
‘નામાડવૃતિદ્રવ્યમાā: ...” લોકની જેમ ભગવાનનું નામ પણ શાશ્વત છે. “અરિહંત' તીર્થકર' એવા સામાન્ય નામો શાશ્વત જ છે.
દામોદર ભગવાનના વખતમાં ઠેઠ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનેલી.
મૂર્તિની સાથે નામ હોય જ. ભુવનભાનું કેવળી કે લક્ષ્મણા સાધ્વીજીનો ભલે ૭૯ જેટલી ચોવીશીઓ પછી ઉદ્ધાર થતો હોય, પણ તે વખતે પોતાના ઉપકારી ભગવાનના નામને તેઓ થોડા ભૂલે ?
નામાદિ ચારેય નિક્ષેપથી ભગવાન સતત સર્વત્ર ઉપકાર કરી રહ્યા છે, એમ તેમચન્દ્રસૂરિજીએ સાચું જ લખ્યું છે.
આ ગ્રન્થ આમ મેં ઘણીવાર જોયો, પણ આટલી ઝીણવટપૂર્વક ગિરિરાજની છત્રછાયામાં પહેલીવાર વાંચ્યો. એટલે જ હું તમને નહિ, મારી જાતને સંભળાવું છું. ટાઈમ ખાસ નથી મળતો તો પણ જે થોડો ટાઈમ મળે તે વખતે વાંચતાં અદ્દભુત આનંદ આવે છે.
એકેક પંક્તિને ૫-૧૦ વાર વાંચો તો તમને અપૂર્વ આનંદ આવશે, ભગવાનનો અનુગ્રહ સમજાશે.
જૈન દર્શન સમજવું હોય તો બે નય (નિશ્ચય અને વ્યવહાર) સમજવા ખાસ જરૂરી છે. કોઈપણ વાત ક્યા નથી કહેવાઈ છે, તે ગુરુ વિના ન સમજાય.
ગોચરી વગેરેના દોષો વગેરે ઉત્સર્ગ-માર્ગ છે. પણ તેના અપવાદો પણ હોય છે.
ઉત્સર્ગ જાત માટે સમજવાનો છે. પણ બીજાની માંદગી વગેરેમાં પણ ઉત્સર્ગને આગળ કરો, ને તેની નિંદા કરવા લાગી જાવ તો ખોટું છે.
વાંચીને વૈદ ન બનાય. વાંચીને ગીતાર્થ પણ ન બનાય. એ માટે ગુરુગમ જોઈએ.
ભગવાનના ઉપકારો વ્યવહારનયથી અહીં વર્ણવાયેલા છે. ભગવાનના ઉપકારો નજર સમક્ષ નથી રાખતા માટે જ
*
*
*
*
*
*
*
* *
*
*
* ૨૪૦