Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપણે ભયભીત છીએ.
અન્ય દર્શનીઓમાં એવી પ્રસિદ્ધિ થઈ ગઈ છે : “જૈનો ઈશ્વરને માનતા જ નથી.'
આવી પ્રસિદ્ધિમાં આપણે પણ કારણ છીએ.
પૂ. પંન્યાસજી મ.ને વ્યથા હતી : શ્રી સંઘમાં મૈત્રી આદિ ચાર ભાવો તથા પ્રભુનો અનુગ્રહ આ વસ્તુ ખૂટે છે. એટલે જ જોઈએ તેવો અભ્યદય થતો નથી.
ભક્તિના માર્ગ વિના ભગવાનને મેળવી શકાય તેમ નથી, ભગવાન વિના કદીયે ઠેકાણું પડે તેમ નથી, તે નક્કી માનજો.
(૨૩) થર્મસારી !
ભગવાન ધર્મના સારથિ છે. ભગવાન ધર્મનું (સ્વ-પરની અપેક્ષાએ) પ્રવર્તન પાલન અને દમન કરે છે માટે તેઓ સારથિ છે.
સારથિ ઘોડાને ચલાવે, પાળે, એનું દમન પણ કરે, તેમ ભગવાન ધર્મને ચલાવે, પાળે અને કાબુમાં રાખે.
અહીં ધર્મથી ચારિત્રધર્મ લેવાનો છે. ચારિત્રધર્મ દર્શન અને જ્ઞાન હોય ત્યાં જ હોય. એ વિના ચારિત્ર જ ન કહેવાય.
અગાઊના યુદ્ધોમાં હાથી-ઘોડા વપરાતા. એમાંય જાતિવાન હાથી-ઘોડા તો એવા હોય કે ગમે તેવા કષ્ટમાં માલિકને મરવા ન દે. ચેતક ઘોડાએ છલાંગ મારીને પણ મહારાણા પ્રતાપને બચાવી લીધેલો. પ્રતાપને બચાવવા પોતાના પ્રાણ ધરી દીધેલા. આ જાતિમત્તા કહેવાય.
ભગવાન ધર્મને આ રીતે ચલાવે, પાળે અને વશીભૂત કરે.
ભગવાન સ્વને જ નહિ, અન્ય ચારિત્રધર્મી આત્માઓને પણ સંયમ ધર્મમાં પ્રવૃત્તિ કરાવે.
ભગવાનનું આ સારથિપણું અત્યારે પણ ચાલુ છે. ભગવાન ભલે મોક્ષમાં ગયા હોય, છતાં તીર્થ રહે ત્યાં સુધી ભગવાનની એ શક્તિ કાર્ય કરે જ છે. હું ભગવાનને બોલાવું ત્યારે આવી જાય છે. ઈચ્છું ત્યારે ભગવાનની શક્તિનો ૨૪૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *