Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મારું નામ વાપરી શકે, મારું નામ લૂંટી શકે, ભગવાન સ્વયં લૂંટાઈ જવા તૈયાર છે.
“રામ-નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ.”
અજિત-શાન્તિમાં ભગવાનના નામનો કેટલો મહિમા વર્ણવાયો છે ? માનતુંગસૂરિજી મહારાજે ભગવાનના નામના આધારે જ બેડીઓ તોડવાનું બીડું ઝડપી લીધેલું ને ? તેમની સામે સાક્ષાત ભગવાન ક્યાં હતા ?
માની લો કે સાક્ષાત્ ભગવાન આવી જાય તો આપણે ઓળખી શકીએ ? ભગવાનને ઓળખવા આંખ જોઈએ. સમ્યગ્દર્શનની આંખ વિના ભગવાન ઓળખી શકાતા નથી.
જ ભગવાન ધર્મ (ચારિત્રધર્મ) ના નાયક છે. દ્રવ્યથી પણ ચારિત્ર ભગવાન વિના બીજે ક્યાંયથી મળી શકે ખરું ? ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ ન સાંભળત તો સંસાર છોડવાનું મન થાત? ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ આપનારા ગુરુના પૂર્વજોમાં છેલ્લે ભગવાન જ આવશે ને ? એટલે મૂળ તો ભગવાન જ થયા ને?
૧૧ અભિમાની બ્રાહ્મણોને નમ્ર બનાવી સમ્મદર્શનની ભેટ ભગવાન સિવાય કોણે આપી ? દ્વાદશાંગી - રચના માટેની શક્તિ કોણે આપી ?
૦ બે પ્રકારના શ્રત કેવળી : (૧) ભેદનયે ૧૪ પૂર્વધર. (૨) અભેદનયથી આગમથી જેણે આત્મા જાણ્યો તે.
વ્યવહારમાં નિષ્ણાત થયેલો જ આવા અભેદનયથી શ્રુતકેવળી બનવાનો અધિકારી છે.
ભૂમિકા તૈયાર કરનાર અને સ્થિરતા આપનાર વ્યવહાર છે. તન્મયતા આપનાર નિશ્ચય છે.
વ્યવહારની ધરતી પર સ્થિત બન્યા વિના નિશ્ચયના આકાશમાં ઊડવાનો પ્રયત્ન કરવા જશો તો હાથ-પગ ભાંગ્યા વિના નહિ રહે.
પોતાની મેળે ગોળીઓ લઈને તમે નીરોગી ન બની
શકો.
૨૫૨
=
*
*
*
*
*
*
*
*
*
*
* ૬