Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અનુભવ કરું છું. તમે ન કરી શકો ? એક કરે તે બધા જ કરી શકે.
તમે દુઃખ દૂર કરવા માંગતા હો, સુખ મેળવવા અને નિર્ભય બનવા ઈચ્છતા હો તો આટલું કરશો ?
જુઓ, હું મારા તરફથી નથી કહેતો, અજિતશાન્તિકાર શ્રી નંદિષેણ મુનિ કહે છે : 'पुरिसा जइ दुक्खवारणं, जइ अ विमग्गह सुक्खकारणं । अजिअं संतिं च भावओ, अभयकरे सरणं पवज्जहा ॥'
હે પુરુષો ! જો તમે દુ:ખનું નિવારણ અને સુખનું કારણ ઈચ્છતા હો તો અભયને આપનાર અજિતનાથ અને શાન્તિનાથ ભગવાનનું શરણું સ્વીકારો.
અજિત-શાન્તિનાથ ભગવાન ભલે ન હોય, પણ તેમના વચનો (આગમો)તો છે ને ? એટલે જ છેલ્લે કહ્યું : 'जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे ।
ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥'
જો તમે પરમપદ ઈચ્છતા હો, કદાચ પરમ-પદનું લક્ષ્ય ન હોય તો કીર્તિની તો ઈચ્છા છે ને ? તે ઈચ્છા પણ પૂરી કરવી હોય તો જિનવચનમાં તમે આદર કરો. આ જિનાગમ જ ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર છે.
ભગવાનના આગમ પર આદર હોય તો ચારિત્ર ધર્મ આદિમાં ક્યાંય અતિચાર લાગવા દઈએ ?
તમારો કાંપ તમે કાઢો, બીજા નહિ. પણ ભગવાન તો એટલા દયાળુ છે કે તમારા સંપૂર્ણ આત્માને સાફ કરવા તૈયાર છે.
કપડાએ સાફ થવું હોય તો સાફ ન થાય ત્યાં સુધી સાબુ - પાણીને એ છોડી ન શકે. આત્માએ સાફ થવું હોય તો ભગવાનના ચારિત્ર ધર્મને છોડી ન શકે.
ચારિત્રધર્મમાં ભગવાને પ્રકર્ષ સાધેલો છે. યથાખ્યાત ચારિત્ર એ ચારિત્રધર્મની પરાકાષ્ઠા છે.
ચારિત્રધર્મની પરાકાષ્ઠા પણ ભગવાને પ્રવર્તકજ્ઞાન દ્વારા મેળવી છે. ભગવાનનું જ્ઞાન પ્રવર્તક હોય, પ્રદર્શક નહિ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ત્ર * * * * * * * * ૨૪૯