Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચારે બાજુથી ભય લાગતો હોય ત્યારે જ સાચા અર્થમાં શરણું સ્વીકારવાનું મન થાય.
મને પોતાને ગૃહસ્થપણામાં બે-ચાર વર્ષ સુધી આવો અનુભવ થયેલો. સંસારમાં રહું ખરો, પણ વેદના પારાવાર ! છકાયની હિંસા ક્યાં સુધી કરવાની ? મનમાં સતત વેદના રહેતી !
આવા ભાવ સાથે દીક્ષા લીધી હોય તો અહીં આવ્યા પછી છકાય પ્રત્યે કેટલો પ્રેમ ઊભરાય ?
निवासः शारीरादिदुःखानाम् । ૦ આ સંસાર તો શારીરિક આદિ દુઃખોનો નિવાસ
મદ્રાસમાં હતા ત્યારે એવા કેટલાય કેસો જોવા મળતા, જે જોતાં હૃદય કમકમી ઊઠે. આઠ વર્ષના બાળકને કિડની ફેલ ! એક વર્ષના બાળકના હૃદયનું વાલ્વ કામ ન કરે ! કોઈ બાળકને પોલિયો !
આપણે બધા રોગ લઈને જ જન્મતા હોઈએ છીએ. રોગ નથી આવતો એ મહાપુણ્યોદય માનજો.
અયોગ્ય જીવ જરા સમજદાર થાય એટલે માબાપને છોડી દે.
અયોગ્ય વિદ્વાન થાય એટલે ગુરુને છોડી દે.
અયોગ્ય પૂજનીય થાય એટલે ભગવાનને છોડતાં પણ વાર કેટલી ?
રોહગુપ્ત, જમાલિ વગેરેએ આવું જ કરેલું ને ?
જે ભગવાને દીક્ષા આપી, ૧૧ અંગ ભણાવ્યા, એ ભગવાનનું એક વાક્ય માનતાં શું તકલીફ હતી ? પણ મિથ્યાત્વ - યુક્ત અભિમાન અંદર બેઠો હોય ને ? એ એમ થવા ન દે.
મારા પરમ ઉપકારી પૂ. રામચન્દ્રસૂરિજીના પ્રવચનોથી જ મને સંસારથી વૈરાગ્ય થયેલો. તેઓ આવો વૈરાગ્ય પમાડવામાં એક્કા હતા. રાજનાંદગાંવમાં પૂ. રૂપવિજયજી પાસે એમના જૈન પ્રવચનો આવતા. ગુજરાતી ના
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * *
* * * * * * *
* * * ૨૨૯