Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રાજાને ત્યાં વેઠ કરનારો જેમ વેઠ ઊતારે, તેમ આપણે આવશ્યકો પતાવી દઈએ છીએ, પણ એમાં જ સાધનાનો અર્ક સમાયો છે, એ સમજતા નથી.
છ આવશ્યકોમાં સામાયિક તૃતિ છે. બીજા પાંચ ભોજન છે. ભોજન વિના તૃપ્તિ શી રીતે મળશે ? શરીરને તૃપ્તિ ભોજનથી મળે છે. આત્માને તૃપ્તિ ચઉવિસત્થો આદિથી મળે છે. શરીરનું ભોજન કદી ભૂલાતું નથી. આત્માનું ભોજન કદી યાદ આવતું નથી. આ આપણી મોટી કરુણતા છે. જાનમાં ગયા હો ને વરરાજાને જ ભૂલી જાવ ? અહીં વરરાજા (આત્મા) જ ભૂલાઈ ગયો છે.
પ્રભુની મુદ્રા જોઈને સ્વ-આત્મા યાદ આવે : ઓહ ! મારું સાધ્ય આ છે ! મારું ભવિષ્ય છે. મારા વિકાસની પરાકાષ્ઠા આ છે. મારે ભગવાન બનવું છે. એકવાર આવી અંદરથી ઊંડી રુચિ પ્રગટે પછી બીજું બધું પોતાની મેળે થઈ
પડે.
(૨૧) થ યાdi |
અવિનીત પુત્રને પિતાની સંપત્તિ ન મળે. આપણે અવિનીત હોઈએ તો ભગવાનની સંપત્તિ શી રીતે મેળવી શકીએ ? વિનીત બનતાં જ ભગવાન તરફથી એક પછી એક ભેટ મળવા લાગે છે. અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ વગેરે બધું જ. ખરેખર તો ભગવાન આપવા તૈયાર જ છે. ભગવાન માત્ર આપણી યોગ્યતાની રાહ જોઈ રહ્યા છે.
યોગ્યતા હોય તો જ ભગવાનની દેશના આપણને ફળે.
જે ઘરમાં (સંસારમાં) હું છું તે સળગી રહ્યું છે, આવું જાણ્યા પછી ઊંઘતા માણસ સિવાય કોઈ ત્યાં રહી શકે નહિ. આપણે ઊંઘતા છીએ કે જાગતા ?
સંસારની આ આગને સિદ્ધાન્ત-વાસનાના બળવાળી ધર્મમેઘની વૃષ્ટિ જ બુઝાવી શકે. સિદ્ધાન્તનો રસ જાગે તો સંસારનો રસ ઘટે જ.
અત્યારે સંસાર (વિષય-કષાય)ની આગ સંપૂર્ણ તો બુઝાવી શકાય તેમ નથી. કારણકે ક્ષાયિકભાવ મળે તેમ નથી.
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૨૩૩