Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પરાર્થની આટલી ભાવના ન હોય તો ચંડકોસિયા જેવા માટે ૧૫-૧૫ દિવસ સુધી ભગવાન ઊભા રહે ? કમઠને ઊગારવા આટલો પ્રયત્ન કરે ?
ભગવાન પરાર્થવ્યસની છે. પણ આપણે સ્વાર્થ-વ્યસની છીએ. ભગવાનથી બરાબર સામે છેડે છીએ.
હીન વ્યક્તિ પર પણ ભગવાનની પરોપકારની પ્રવૃત્તિ ચાલુ હોય. ઘોડા જેવાને પ્રતિબોધ આપવા ભગવાન પૈઠણથી ભરૂચ એક રાતમાં ૬૦ યોજનાનો વિહાર કરીને ગયેલા.
પરાર્થની સહજ ભાવના વિના આવું શક્ય ન બને.
ભગવાન જો ન ગયા હોત તો અશ્વમેધ યજ્ઞમાં ઘોડો હોમાઈ જવાનો હતો. ભગવાનના પદાર્પણથી તેના દ્રવ્ય અને ભાવ બન્ને પ્રાણો બચી ગયા.
ઘોડાના જીવે પૂર્વ જન્મમાં જિન-પ્રતિમા ભરાવી હતી. કરેલું એક પણ સુકૃત ક્યારેય નિષ્ફળ જતું નથી. આ સુકૃતના પ્રભાવથી જ ઘોડાને ભગવાન મળ્યા હતા.
પૂર્વજન્મમાં ઘોડાનો જીવ શ્રાવક શેઠનો નોકર હતો. આથી જ તેને જિન-પ્રતિમા ભરાવવાનું મન થયું.
સારા પાડોશીથી કેટલો લાભ ? સંગમને સારા પાડોશી મળેલા. એટલે જ તે શાલિભદ્ર બની શક્યો. મમ્મણને સારા પાડોશી ન મળ્યા એટલે જ તે મમ્મણ બન્યો.
તમને સારા પાડોશી અહીં ભારતમાં જ મળી શકે, પણ તમે તો અમેરિકા વગેરે વિદેશોમાં ભાગો છો. તમારે વિદેશ જવાનું હોય કે વિદેશીઓ તમારી પાસે આવે ?
ઘોડાને પણ પ્રતિબોધ આપવા માટેનો આટલો પ્રયત્ન એમ કહે છે : ભગવાન માત્ર રાજા-મહારાજાઓને પ્રતિબોધ આપવા પ્રયત્ન કરે એવું નથી. નાના જીવ માટે પણ એટલો જ પ્રયત્ન કરે. આથી જ લખ્યું : દીપિ પ્રવૃત્તિ: |
ધર્મનું ફળ ભોગવવાના ચાર હેતુઓ છે : (૧) ભગવાનનું અદ્ભુત રૂપ.
(૨) પ્રાતિહાર્યની શોભા. પ્રાતિહાર્ય તેમની પાસે જ હોય, બીજા પાસે નહિ.
*
*
*
*
*
*
*
* *
*
* * *
૨૪૩