Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કા. સુદ-૩ ૩૦-૧૦-૨૦00, સોમવાર
༢༤༤འའའ.
એકડા વગરના હજારો મીંડાઓ મૂલ્ય - હીન ! ! છે ભગવાન વિતા હજારો ધર્માનુષ્ઠાનો મૂલ્ય - હીન !
* ગૃહસ્થો માટે ત્રણ કે પાંચ, પણ સાધુઓ માટે સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. સમ્યગૂદર્શનની શુદ્ધિ માટે આ વિધાન છે. સમ્યગદર્શન ન આવ્યું હોય તો મળે. મળેલું હોય તો વિશુદ્ધ બને.
મોક્ષ આપણું અંતિમ સાધ્ય છે, પણ એ તો આ દેહ છૂટ્યા પછી, પણ આ જ જન્મમાં સાધવાનું શું છે ? સામાયિક - સમતાભાવ. સમતાભાવ જો ન સધાય તો મોક્ષ નહિ સધાય.
સમતા તો જ મળશે જો ભગવાનની ભક્તિ હશે. માટે જ સામાયિક પછી ચઉવિસત્થો આદિ છે. સમતા સ્વ-બળે નથી મળતી, એ માટે ભગવાનને પ્રાર્થના પડે છે. માટે જ ચઉવિસત્થો વગેરે આવશ્યકો
૨૩૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪