Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાગી જાય છે.
કેટલાક તો એવા ડરપોક હોય કે પોતાના પડછાયામાં પણ ભૂત જુએ ને ડરે !
ભયમાં શરણ, રોગમાં ક્રિયા (ઈલાજ) અને વિષમાં મંત્ર - એ ઉપાય છે.
'सरणं भए उवाओ, रोगे किरिया विसंमि मंतो'
તેમ રાગ-દ્વેષ આદિમાં પણ પ્રતિપક્ષી ભાવના ભાવવી તે ઈલાજ છે. હાર્ટ વગેરેના દર્દીઓ ખીસામાં જ ગોળી રાખીને ફરે. જરૂર પડે ને તરત જ ગોળી લઈ લે. આપણે પણ આ ચતુ શરણ, નવકાર વગેરેની ગોળી સાથે જ રાખવાની છે.
સર્વ પાપરૂપી વિષનો નાશ કરનાર નવકાર છે.
વિષ દ્રવ્યપ્રાણ હરે. રાગાદિ ભાવપ્રાણ હરે. એને દૂર કરનાર નવકાર છે.
* દરેક ક્ષણે મૃત્યુ ચાલુ જ છે. સમયે-સમયે મૃત્યુ થઈ રહ્યું છે, એ સમજાય છે ? આપણે સમજીએ છીએ કે મોટા થઈ રહ્યા છીએ. આપણે સમજીએ છીએ કે મૃત્યુ ઠેઠ છેલ્લે આવશે, પણ આજે જ ભગવતીમાં આવ્યું ઃ આવીચિ મૃત્યુ સતત ચાલુ જ છે. ક્ષણે-ક્ષણે આપણે મરી રહ્યા છીએ. જે ક્ષણ ગઈ, એ ક્ષણ માટે આપણે મરી ગયા. સતત મૃત્યુ દેખાય તો અનાસક્તિ પ્રગટ્યા વિના રહે ?
૦. રાગ-દ્વેષાદિના નાશ માટે ઉદ્યમ કરવાથી સોપક્રમ કર્મોનો નાશ થાય. કદાચ નિસ્પક્રમ (નિકાચિત) કર્મ હોય તો પણ તેના અનુબંધો તો તૂટે જ. કર્મોથી ગભરાવવાની જરૂર નથી. કર્મથી ધર્મ બળવાન છે.
દા.ત. તમને કોઈ પર ગુસ્સો આવ્યો. તમે તમારી ભૂલ માટે માફી માંગી લીધી. તો તમને હવે બીજી વાર ગુસ્સો નહિ આવે. ગુસ્સો વગેરે દૂર કરવાના આ ઈલાજો છે.
જે ક્રોધાદિ માટે તમે પશ્ચાત્તાપ કરતા રહો છો, તે કર્મો અને તેના અનુબંધો તૂટતા જ રહે છે. જે ક્રોધાદિ માટે તમને પશ્ચાત્તાપ ન થાય, જે ક્રોધાદિ તમને ખટકે જ નહિ, પ્રત્યુત વધુ સારા જ લાગ્યા કરે, તે પાપો કદી નહિ જાય. એ બધા
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૩૯