Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અત્યારે તો ક્ષયોપશમ-ભાવથી ચલાવવું પડે તેમ છે.
કષાયોને ઘટાડતા રહો.
ઉપમિતિમાં ક્રોધને અગ્નિ, માનને પર્વત, માયાને નાગણ (યાદ રહે : નાગ કરતાં પણ નાગણ ભૂંડી છે. આવો માણસ વાતે-વાતે માયા કરે. એ કદી ઢોંગ છોડે નહિ. અમને ભણાવનાર પ્રજ્ઞાચક્ષુ આણંદજી પંડિતજી કહેતા : ઢોંગ, ધતિંગ અને પાખંડ) અને લોભને સાગર કહ્યો છે.
સિદ્ધાન્તની વાસનાથી જ આ કષાયોની વાસના હટાવી શકીએ. કેવા શબ્દો વાપર્યા છે, અહીં હરિભદ્રસૂરિજીએ ? સ્વપર દર્શનનો કેટલો ગહન અભ્યાસ હશે એમનો ? ખરેખર હરિભદ્રસૂરિજી આગમ-પુરુષ હતા. જીવંત આગમ હતા. અનુભવી પુરુષ હોવા છતાં ક્યાંય વ્યવહારનું ઉલ્લંઘન એમણે કર્યું નથી.
પૂ. હરિભદ્રસૂરિજી કહે છે : સંસારની આગ બુઝાવો, પણ આપણે તો આગ વધુ ભડકે બળે તેમ કરીએ છીએ.
“આગ લાગી રહી છે.' – એવી પ્રતીતિ ગુરુ વિના થતી નથી. પણ ગુરુનું માને કોણ ? જમાનો તો એવો આવ્યો છે કે ગુરુનું શિષ્ય નહિ પણ શિષ્યનું ગુરુએ માનવું પડે છે ! આવા વાતાવરણમાં કલ્યાણ શી રીતે થાય ?
પૂ. હરિભદ્રસૂરિજીએ સંસારની આસક્તિ છોડવા, અનિત્યતાને ભાવિત કરવા અહીં “મુ04માતાનુ' દષ્ટાંત આપ્યું છે. એટલે કે માણસ પાસે માળા અને ઘડાનું ઠીકરું બન્ને હોય. સાંજ પડતાં માળા કરમાઈ જાય તો દુઃખ નહિ થાય. કારણ કે માણસ જાણે છે : ફૂલોનું કરમાઈ જવું એ સ્વભાવ છે. પણ ઘડાનું ઠીકરું તૂટી જશે તો દુ:ખ થશે. કારણ કે તેમાં નિત્યતાની બુદ્ધિ છે. માળાની જેમ દરેક પદાર્થોમાં અનિત્યતાની બુદ્ધિ થવી જોઈએ. આમ થાય તો અવાસ્તવિક અપેક્ષા તરત જ છૂટી જશે.
જ ૫૦ મીંડા છે. કિંમત કેટલી ? કંઈ જ નહિ. પણ આગળ એક એકડો લગાવી દો તો ? બધા મીંડા મહત્ત્વપૂર્ણ બની જાય.
૨૩૪
* *
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિજ
*
*
*
*
*